અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના કેસરપુરા ગામના બાળકને મળ્યુ નવ જીવન ચાર થી પાંચ લાખના ખર્ચે થતું ઓપરેશન વિના મુલ્યે કરાવી આપતી ધનસુરા R.B.S.K. ની ટીમ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના કેસરપુરા ગામમાં રહેતા સુરજસિંહ પરમારને ત્યાં તા.૦૧/૦૧/૨૦૨૦ ના રોજ કુળદિપક રુપે બાબો (કેવલ)નો જન્મ થયો ત્યારે પરિવારમાં આનંદની લાગણી પ્રસરી પણ સમય વિતતા પરિવાર પર જાણે કે આફત આવી હોય તેમ જેમ બાળક્ની ઊંમર વધવાની સાથે જ ખબર પડી કે બાળક્ને સાંભળવામાં તકલીફ છે. આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા ચાલતી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તેમની તકલિફ જાણીને R.B.S.K. ની ટીમ ઘરે પહોંચી અને સોશીયલ બીહેવીયર ચેન્જ કોમ્યુનીકેશન (SBCC) સ્કીલ થકી પરીવાર સાથે વાતચિત કરીને આ બાળક સાંભળી પણ શકશે અને સાથે સાથે બોલી પણ શકશે તેવી ખાતરી કરાવીને જીલ્લા કક્ષાની મંજુરી મેળવી સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ધનસુરા R.B.S.K. ની ટીમે તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ અંદાજીત ચાર થી પાંચ લાખના ખર્ચે થતું ઓપરેશન વિના મુલ્યે કરાવી, આમ, રાજય સરકાર તરફથી પુરી પાડવામાં આવતી ઉમદા અને ગુણવત્તા સભર સેવાઓનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નિર્ધારીત પ્લાન મુજબ નવજાત શિશુથી 5 વર્ષના આંગણવાડીના બાળકો, ધો.1 થી 12માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકોને આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *