ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગ શિબિરો, યોગ સંવાદ કાર્યક્રમ, યોગ વર્ગો કાર્યરત છે. આ વર્ષે દર વર્ષની જેમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખુબ જ મોટા પ્રમાણમાં અને સફળ રીતે કરવાનું હોય, IDY કાઉન્ટ ડાઉનના ભાગ રૂપે અરવલ્લી જીલ્લામાં યોગ શિબિરનું અને યોગયાત્રા કાર્યક્રમ નું આયોજન તા ૨૭/૦૫/૨૦૨૩ ને શનિવારના રોજ શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું, સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માંથી સિનીયર યોગ નિષ્ણાંત માન.જયરામભાઇ ઠક્કર, તથા બોર્ડ ના સદસ્ય માન. ભાવેશભાઈ ચૌહાણ, અરવલ્લી જીલ્લાના રમત-ગમત અધિકારી માન.પ્રકાશભાઈ કલાસ્વા, સ્થાનિક યોગાચાર્ય માન.ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, અરવલ્લી જીલ્લાના હોકી કોચ માન. શશીભાઇ, યોગ શુભચિંતક ડૉ. હરિભાઈ પટેલ, યોગ ગુરુ જયેન્દ્રભાઈ મકવાણા, વગરે મહેમાન તરીકે આ કાર્યક્રમમાં સહયોગી રહ્યા, ઉપરાંત જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી મઝહર સુથાર સાહેબ દ્વારા પણ ખાસ સહયોગ રહ્યો, તથા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અરવલ્લી ટીમ ના ખેલાડીઓએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. સપૂર્ણ કાર્યક્રમ અરવલ્લી જીલ્લા કૉ.ઓર્ડીનેટર પાયલબેન વાળંદ, તથા જીલ્લાના તમામ યોગ કોચ રાજેશભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પંચાલ, બદાજી નિનામા, પંકજભાઈ શર્મા, રમેશસિંહ ઝાલા, વગરે દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સતત પુરુષાર્થ કરવામાં આવ્યોં, સમગ્ર મોડાસા નગર તથા જીલ્લામાંથી માંથી વડીલો, યુવાઓ ,બાળકો, તથા માતાઓ બહેનો વગરે મોટી સંખ્યામાં યોગ પ્રેમિયો ઉપસ્થિત રહ્યા.સવારે 06:15 કલાકથી કોમન યોગા પ્રોટોકોલ મુજબ યોગ શિબિર નું સુંદર આયોજન થયું ત્યાર બાદ મોડાસા નગર માં પગપાળા યોગયાત્રા યોજાઈ જેમાં તમામ ઉપસ્થિત નાગરિકો જોડાયા અને વિવિધ નારાઓ સાથે શહેરમાં યોગયાત્રા નીકળી, આ કાર્યક્રમના સુંદર સફળ આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના પ્રતિનિધિ અધિકારીશ્રીઓ દ્વારા સમગ્ર અરવલ્લી જીલ્લાની યોગ ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા.


