અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પરીકની સરાહનીય કામગીરી: અક્સ્માતગ્રસ્તને પોતાની કારમાં હોસ્પિટલ પહોંચાડી બતાવી માનવતા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

મોટેભાગે અકસ્માતની ઘટનાઓમાં લોકો મદદ કરવાનું ટાળતા પણ જોવા મળે છે, તો ઘણા એમ્બ્યુલન્સની રાહ જોઈને બેસી રહે છે. પરંતુ અરવલ્લી જિલ્લામાં કાંઈક જુદા દ્રશ્યો જોવા મળ્યા. અહીં એક રિક્ષા ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો મદદ માટે પ્રયાસો કરી રહ્યા હતા.

આ ઘટના દરમિયાનમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરિક અણિયોર ગામની મુલાકાતેથી પરત આ જ રસ્તેથી જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ દ્રશ્ય જોયું. ડુઘરવાડા નજીક અકસ્માત થયો હોવાની જાણકારી મળતા તેઓ તુરંત ગાડીમાંથી નીચે ઉતરી ગયા અને ડ્રાઇવર તેમજ કમાન્ડોની મદદથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને પોતાની સરકારી કારમાં બેસાડીને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો.અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક અણિયોર ગ્રામ પંચાયતની મુલાકાત કરીને મોડાસા પરત આવતા હતા. ત્યારે રસ્તામાં જિલ્લા કલેક્ટરે એક રિક્ષા ઝાડ સાથે ભટકાયેલી જોઈ અને કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં નીચે પડેલા જોયા હતા. તેમને સમજતા વાર ના લાગી કે અકસ્માતમાં કોઈનો જીવ જોખમમાં છે. જિલ્લા કલેક્ટરે તુરંત ડ્રાઈવરને કાર થોભાવાની સૂચના આપી. સૂચના મળતા જ કાર રોડની એક તરફ ઊભી રહી ગઈ અને કલેક્ટર કારમાંથી નીચે ઉતર્યા. તેમણે જોયું કે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. લોકોને તુરંત તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈએ. તેમને કારમાં બેસાડી દો. કલેક્ટરનો આદેશ મળતા જ ગનમેન અને અન્યોની મદદથી ઈજાગ્રસ્તને તુરંત કારમાં બેસાડી કાર હોસ્પિટલ તરફ દોડવા લાગી. ઈજાગ્રસ્ત વ્યક્તિને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. એટલું જ નહીં પણ સુધી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર શરૂ ન થઈ ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રહી તબિબો સાથે પણ સતત સંપર્કમાં રહ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *