અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ISA ગુજરાતના સહયોગથી પોલીસ વિભાગ માટે CPR પ્રશિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

માન. રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારની ઉપસ્થિતીમાં સી.પી.આર. પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો.

રાજ્યમાં ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે તા. ૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવી. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં રાજ્યની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા CPRની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી. જે રાજ્યના જુદા જુદા ૫૧ સ્થળો પર CPR પ્રશિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર તાલીમનું આયોજન રાજ્ય સરકાર અને ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ ISA-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાઈ.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા મહાલક્ષ્મી ટાઉનહોલમાં આજરોજ સીપીઆર પ્રશિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમમાં ડોક્ટર વિપુલભાઈ, ડોક્ટર ઘનશ્યામભાઈ, ડોક્ટર મુકેશભાઈ તેમજ અરવલ્લી – સાબરકાંઠા એનેસ્થેસિયા એસોસિએશનના પ્રમુખ તેમજ ઉપસ્થિત અન્ય ડોક્ટરો દ્વારા પોલીસ કર્મચારીઓને સી.પી.આર.ની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી.

કાર્યક્રમમાં માન. રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર, અરવલ્લી જિલ્લા પોલીસવાળા શ્રી સંજય ખરાત, અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ, મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, અરવલ્લી અને સાબરકાંઠા એનેસ્થેસિયા એસોસિએશનના પ્રમુખ, ડો.ઘનશ્યામભાઈ , ડો.વિપુલભાઈ, ડો.મુકેશભાઈ તેમજ અરવલ્લી જિલ્લા પોલીસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *