ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
“સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે”

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફુટા ગામે તા 12/6/2023ના રોજ શાળા પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો.જેમાં મુખ્ય મહેમાન શ્રી નગરપાલિકા ચીફ ઓફિસર પંડ્યા સંજયભાઈ તેમજ તેમના પત્ની વંદનાબેન પંડ્યા તેમજ CRC કુંદનબેન રાઠોડ તેમજ આંગણવાડી સુપરવાઈઝર તૃપ્તિબેન અને આરોગ્ય ખાતાના કર્મચારી રાકેશભાઈ તેમજ ડાહ્યાભાઈ અને લલિતાબેન આ શુભ પ્રસંગે હાજર રહી બાળકોને પ્રોસાહિત આપી નગરપાલિકા ઓફિસર પંડ્યા સંજયભાઈ સાહેબ નાવરદ હસ્તે બાળકોને સ્કૂલબેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આંગણવાડી માં થી 5 બાળકોએ ધોરણ 1 માં પ્રવેશ મેળવ્યો તેમજ મોડાસા તાલુકાના વરદાન ઇન્ડિયા ન્યૂઝ ના પત્રકાર ભરત ઠાકોર ના દીકરા રાજવીર ઠાકોર જે ફૂટા પ્રાથમિક સ્કૂલ માં ધોરણ 3 માં અભ્યાસ કરતા ફસ્ટ આવતાં નગરપાલિકા ચીફ ઓફિસર પંડ્યા સંજયભાઈ ના વરદ હસ્તે રાજવીર ઠાકોર ને સાલ ઓઢાડી અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વાલી મંડળ આંગણવાડી ના કર્મચારી તેમજ ગ્રામજનો અને સ્કૂલ ના તમામ અધિકારી હાજર રહ્યા હતા.

