આંબલીયારા પરગણા રબારી સમાજ તેમજ જોધપુર ગામ નું ગૌરવ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જોધપુર ગામના રહીશ દેસાઈ બળદેવભાઈ પુંજાભાઈ ના પુત્ર દેસાઈ દેવકુમાર બળદેવભાઈ ચાલુ વર્ષે લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૧.૧૪% ગુણ પ્રાપ્ત કરી ૯૮.૩૮ પર્સન્ટાઇલ રેન્ક સાથે ઉત્તીર્ણ થયેલ છે.તથા ગુજકેટની પરીક્ષામાં *૧૨૦ ગુણ માંથી ૧૦૩.૭૫ ગુણ મેળવી ૯૮.૯૪ પર્સન્ટાઇલ રેન્ક મેળવેલ છે.ત્યારબાદ ચાલુ વર્ષે લેવાયેલ નીટની પરીક્ષામાં ૭૨૦ ગુણ માંથી ૬૫૮ ગુણ મેળવી ઓલ ઇન્ડિયા રેન્કમાં ૫૦૭૮ ક્રમાંક મેળવેલ છે. તથા ઓલ ઇન્ડિયા ઓ.બી.સી કેટેગરીમાં ૧૭૨૬ ક્રમાંક પ્રાપ્ત કરી તેમના પરિવારનું તથા જોધપુર ગામનું તથા આંબલીયારા પરગણા રબારી સમાજનું ગૌરવ વધારેલ છે.ભવિષ્યમાં તેઓ તબીબી શિક્ષણ મેળવી,તેમની તબીબી સેવાઓનો લાભ જોધપુર ગામ તથા રબારી સમાજ તેમજ તાલુકાની જનતાને મળે તેવી જોધપુર ગામ રબારી સમાજની શુભેચ્છા સહ અભિનંદન.આંબલીયારા પરગણા રબારી સમાજ તથા ધનજીભાઈ દેસાઈ બોરમઠ વિહોતર વિકાસ મંચ પ્રદેશ મહામંત્રી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *