માન. જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીકના અઘ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 15 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવી
દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
તદ્દઅનુસાર આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના અરજદાર દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગત અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી. આમ, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અતર્ગત ૧૫ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીક, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એન કુચારા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.ડી. પરમાર અન્ય સબંધિત અધિકારીઓશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
