15 માં નાણાં પંચ અતર્ગત અરવલ્લી જિલ્લાના ગામોમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન હેતુ મળી 17 બેટરી સંચલિત ઈ-રિક્ષા


જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એન કુચારાના વરદ હસ્તે બેટરી સંચલિત વાહનો ગ્રામ પંચાયતના હવાલે કરવામાં આવ્યો

૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત સને ૨૦૨૦-૨૧ તથા સને ૨૧-૨૨ના વર્ષના ૧૦% જિલ્લા કક્ષાના આયોજનમાંથી ખરીદેલ કુલ 31 બેટરી સંચલિત વાહનો પૈકી 17 વાહનો અરવલ્લી જિલ્લાના વિવિધ ગામડાઓમાં ડોર ટુ ડોર કચરાના કલેકશન માટે બેટરી સંચાલિત ઈ-રિક્ષાનું અરવલ્લી જિલ્લા પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ દ્વારા આજ રોજ લોકાપર્ણ કરવામાં આવ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *