રમેશ ગોસ્વામી “સારથિ”

તાજેતર માં સોશિયલ મિડિયા માં એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ઈસમ સનાતન ધર્મ ના ભગવાનો ને અને બાવા અર્થાત સાધુ, સંતો, મહંતો, ગોસ્વામીઓ ને સમાજ ને બેફામ ગાળો બોલી રહ્યો છે ત્યારે આવા અસામાજિક તત્વો ને કડક પાઠ ભણાવવા માં આવે એવી માંગણી હિંદુ સમાજ માં ઉઠી છે.
હિંદુ સમાજ વતી સમસ્ત ગોસ્વામી સમાજ દ્વારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા , પોલીસ અધિક્ષક ની કચેરી, જોરાવર પેલેસ, પાલનપુર, બનાસકાંઠા ને પત્ર લખી ને યોગ્ય કાર્યવાહી કરવા ની માંગણી કરવા માં આવી હતી. ફરિયાદી નાં જણાવ્યા મુજબ ” અમારા બીકે ગોસ્વામી સમાજ યુથ પાવર નામના નામનું વોટ્સએપ ગ્રૂપ છે, એમાં તારીખ ૨૬,૬ નાં રોજ સમય ૧૨:૩૯ કલાકે એક
વિડિયો આવેલ છે, એ વિડિયો માં દેખાતો ઈસમ અમારા સમાજ ને બેફામ ગાળો અને અપશબ્દ બોલે છે. જેથી અમારાં સમાજ ના દરેક વ્યક્તિ ની લાગણી દુભાય તેવું વર્તન કરે છે. આ ઈસમ નું વિડિયો રેકોર્ડિંગ ની સીડી તથા સ્ક્રિનશોટ આ સાથે રજૂ કરીએ છીએ. અમારા સમસ્ત સમાજ ની લાગણી દુભાઈ હોવા થી આ ઈસમ વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા અમારા સમસ્ત સમાજ ની ફરિયાદ છે. આ આરોપીએ ભારતીય ફૌજદારી ધારા ની અને સાયબર ક્રાઇમ ની વિવિધ કલમ મુજબ નો ગુન્હો આચરેલ છે. આમ આ કામ નાં આરોપી અમારા સમસ્ત સમાજ ની ધોરણ સર થવા ફરિયાદ છે. એવું ફરિયાદી મુકેશ ગોસ્વામી, યોગેશ ભાઈ, જી. આર. બાવા, વિષ્ણુ એસ. ગોસ્વામી, ભરત પુરી એસ. ગોસ્વામી ( ડીસા) સહિત નાં લોકોએ ફરિયાદ નોંધાવી હતી.
અત્રે નોંધનીય છે કે વાંરવાર આવા અસામાજિક તત્વો દ્વારા હિંદુ ધર્મ નાં દેવી દેવતાઓ પર અણછાજતી ટિક્કા ટિપ્પણી કરી ને સામાજિક સદભાવના બગાડવા માં આવે છે ત્યારે ઈશનિંદા નો કાયદો કડક બનાવવા માં આવે. વારંવાર સનાતન ધર્મ ના પ્રહરી એવા બાવા, સાધુ,સંતો,મહંતો ને ટાર્ગેટ કરવા માં આવે છે. એ કેટલું ઉચિત છે? ભગવાનનો ને બેફામ ગાળો બોલી ને આ ઈસમ શું સાબિત કરવા માંગે છે? આવા નરાધમો ને સખત માં સખત સજા થવી જ જોઈએ, જેથી અન્ય કોઈ આવું બોલતાં પહેલાં સો વાર વિચાર કરે. ફરિયાદીઓ અને હિંદુ સંગઠનો નાં જણાવ્યા મુજબ કાયદેસર ની કાર્યવાહી નહીં કરવા માં આવે, અને આ ઈસમ ની ધરપકડ કરી ને જેલ હવાલે નહીં કરવા માં આવે તો આંદોલન કરવા માં આવશે.
