ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી




ગુજરાત સરકારશ્રી દ્વારા ચાલતા સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયું તા.૧૨/૦૬/૨૦૨૩ થી તા.૨૬/૦૬/૨૦૨૩ અંતર્ગત જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓ.આર.એસ. અને ઝીંક સરળતાથી મળી રહે તથા તાત્કાલીક ઉપયોગમાં લઈ શકાય અને ઝાડા નિયંત્રણ કરી શકાય, આ કેમ્પેનનો હેતુ ઝાડા દ્વારા કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે, આ કેમ્પેનમાં સામુદાયિક અને સંસ્થાકીય સ્તરે ઝાડા અટકાવવા અને સારવાર માટે વિવિધ પ્રવુત્તિઓ દ્વારા આરોગ્ય શાખા, અરવલ્લી તરફથી જીલ્લાના તમામ પ્રાથમિક/શહેરી આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ અને વેલનેસ સેન્ટરો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ ગ્રામ્ય લેવલે ઘરે ઘર ઓ.આર.એસ. વહેચણી, હેન્ડ વોશ, સ્વચ્છતા તેમજ ઓ.આર.એસ. અને ઝીંક કોર્નર બનાવી લોકોમાં જન જાગૃતી કેળવાય તે હેતુસર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ આરોગ્ય કર્મચારીશ્રીઓ દ્વારા પ્રોગ્રામ સફળ થાય તે અંગે કામગીરી કરેલ છે.