પદ્મશ્રી તારક મહેતા ૪૮ વર્ષ સુધી ” દુનિયા ને ઊંધા ચશ્માં ”  પહેરાવ્યાં,૮૦+ પુસ્તકો માં તારક ની જેમ ચમકતા રહ્યા અને  આત્મકથા એક્શન રિપ્લે માં ઝળહળી ઉઠયા તારક મહેતા..!!                                                                                           ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

હાસ્ય નાં પર્યાય જેવું નામ એટલે તારક મહેતા.ચિત્રલેખા માં જોડાઈ ને એક કોલમ શરુ કરવા માં આવી. નામ શું રાખવું? ઓપ્શન અનેક હતા. હાસ્ય ની વાત હતી. અંતે દુનિયા ને ઊંધા ચશ્માં નામ નક્કી કર્યું. દાયકાઓ સુધી આ કોલમ લખી. લાખો વાચકો ની જેમ આ લખનાર પણ એમનો જબરો ફેન. મોંઘવારી, ભષ્ટાચાર જેવા કરંટ મુદ્દા ઓ પર ચાબખા મારે.આવી રીતે શરુ કરે. ભરપુર કટાક્ષ. પાત્રો નાં વર્ણન વાંચી ને હસી પડાય. ભજિયાં જેવું નાક, તોરણ જેવી મુંછો, ઘાસ જેવા વાળ, રડું રડું થતો ચહેરો,એવા વાક્યો થી હાસ્ય સર્જી શકે. કેન્દ્ર માં ખુદ ને જ રાખે. બે માથાળા બોસ થી ડરે. ખુદ ને એક અતિ સામાન્ય નોકરિયાત વર્ગ ની વ્યક્તિ ચીતરી. કેવાં કેવાં પાત્રો સર્જ્યા? જેઠાલાલ ગડા, ચંપકકાકા, હે માં, માતાજી કહેતાં દયા ભાભી, તોફાની ટપુડો, નખરાળી રંજન ( સિરિયલ માં બબીતા) , માસ્તર હિંમતલાલ ( આત્મારામ) , સોઢી, હાથી, પોપટ, ચંદારામાણી, મોહનલાલ,… અલબત, કોલમ અને સિરિયલ નાં પાત્રો માં અમુક ફેરફાર છે. પણ અસલી સુગંધ જાળવી રાખવા માં આવી છે.ગુજરાતી  હાસ્ય જગત માં જ્યોતિન્દ્ર દવે પછી નું નામ. વિનોદ ભટ્ટ પણ નામ પ્રમાણે જ વિનોદી. આર.કે.લક્ષ્મણ નું ગુજરાતી વર્ઝન ગણાતા તારક મહેતાનો જન્મ 26 ડિસેમ્બર 1929 ના અમદાવાદમાં થયો.નાનપણ ખુબ સામાન્ય વીત્યું.માં વગર નું જીવન ખૂબ આકરું લાગતું.અનેક વાર લખ્યું છે કે હું મને બિચારો બાપડો ગણતો.લઘુતાગ્રંથિ ઘર કરી ગઈ જે ક્યારેય ન છુટી.ભણવા કરતાંય નાટકો માં વધુ રસ.ભણ્યા, સાથે ગણ્યા પણ ખૂબ.નિરીક્ષણ શકિત નાનપણ થી જ તેજ.કોઈ પણ પાત્ર ને આસપાસ નાં વાતાવરણ માં થી સર્જી કાઢે.1945માં મૅટ્રિક પાસ કર્યા બાદ 1956 માં ખાલસા કૉલેજ માંથી શિક્ષણ લીધું.ગુજરાતી વિષય સાથે બી.એ.,1958માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ.ની પદવી મેળવી.1958-59માં ગુજરાતી નાટ્યમંડળ ના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી તરીકે જોડાયા.1959-60માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી ની ફરજ બજાવતા.જીવન માં શું કરવું છે એ તો ખબર હતી, પણ સમય આવતાં વિષયાંતર થઈ ગયું. નાટકો માં કેરિયર બનાવવી હતી. રોલ મોડેલ ચાર્લી ચેપ્લીન. અને અમુક એંગલ થી લાગે પણ એવા.! ચાર્લી ચેપ્લીન ની સ્ટાઇલ નાં ફોટા પણ પડાવ્યા.પોતાની ઓફિસ માં ચેપ્લીન નાં ફોટા રાખતા.આ એવો સમય હતો જ્યારે હાસ્ય ઓછું લખાઈ રહ્યું હતું. ‘દુનિયાને ઉંધા ચશ્માં’ શરૂ થઈ અને જોત જોતામાં સુપર હિટ થઈ.ગુજરાતી પરિવારો માં તોફાની ટપુડો અને જેઠિયા લોકપ્રિય થઈ ગયા. ચિત્રલેખા ની સફળતા માં તારક ભાઈ નું નામ પણ સામેલ કરી શકાય. વાંચન થાળ સજવા માં કાબેલ ટીમ ખુબ જહેમત કરી રહી હતી તો બીજી તરફ દુનિયા ને ઊંધા ચશ્માં… પહેરાવવા માં મિસ્ટર મહેતા હર સપ્તાહે હાસ્ય નું વાવાઝોડું ફૂંકતા.
       સબ ટીવી પરથી પ્રસારિત થતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ નામની ટી.વી. ધારાવાહિક શ્રેણી ભારે લોકપ્રિય બની છે જે આજે પણ અનેક અવરોધ બાદ પણ સફળતા પૂર્વક ચાલી રહી છે. હાથી ભાઈ ભગવાન ને પ્યારા થઈ ગયા. દયા ભાભી સોઢી, અને ખુદ તારક મહેતા ( શૈલેન્દ્ર લોઢા) શો છોડી ને જતા રહ્યા. અનેક કલાકારો ની આવન – જાવન બાદ પણ શો ની TRP માં ફરક નથી પડતો.હાસ્ય નાં અનેક શૉ આવ્યા અને ગયા. કોઈ યાદ પણ નથી કરતું. જ્યારે ગોકુળધામ, પાવડર ગલી આજે પણ ધમધમે છે.
      હાસ્ય લેખક તારક મહેતા 2000 બાદ અમદાવાદમાં તેમની બીજી પત્ની ઈંદુ સાથે રહેતા હતા. તેમની પ્રથમ પત્નિ ઈલા જેઓ પછીથી મનોહર જોશી સાથે પરણ્યા હતાં, પણ તેમની બાજુની ઇમારતમાં રહેતા હતા. તેમની પુત્રી ઈશાની યુ.એસ.એ. ખાતે રહે છે. પ્રથમ, ત્યજી દીધેલી પત્ની પર પણ કટાક્ષ કરી શકતા. કહેતા –
” હું સંભાળી ન શક્યો, હવે તમારો દાવ…! ” ખુદ પર કટાક્ષ કરી શકતા.
80 થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. દેશ ભર માં લોકપ્રિયતા મળી ટીવી સબ ટીવી ની સિરિયલ થી.ઊંધા ચશ્માં…1971 થી લખતા.1960થી 1986 સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઇમાં વૃત્તાંત લેખક અને ગેઝેટેડ અધિકારી તરીકે પણ કામ કર્યું. પણ મન તો હમેશાં ચિત્ર -વિચિત્ર પાત્રો સર્જવા માં જ પડ્યું હોય. આ કોલમ હિટ જવા નું કારણ હતું પાત્રો ની આખી ફૌજ.ખખડધજ માળો, નિત નિત થતી ધમાલ.ગંજી જાંગીયા ની જેઠા ની દુકાન, દયા ભાભી ની નિર્દોષતા..બધું જ નાવીન્ય પુર્ણ અને તાજું હતું. કોલમ નાં અનેક પાત્રો નાં નામ બદલી નાખ્યાં છે અથવા પાત્રો નો સમાવેશ જ નથી કરાયો.આશિત મોદી ની ટીમ દ્વારા ઘણો બદલાવ કરાયો છે.રસિક સટોડિયો, મટકા કિંગ મોહન લાલ., શ્રીમતી જી ( ચીકુ બેન )  તંબક તાવડો.. ઘણું બદલી નાખ્યું છે અથવા નવી રીતે પેશ કર્યું છે.
     તારક મહેતાના પ્રસિદ્ધ પુસ્તકોમાં એમણે ત્રિઅંકી નાટકો ‘નવું આકાશ નવી ધરતી’ (1964), ‘દુનિયાને ઊંધા ચશ્મા’ (1965), પ્રહસન ‘કોથળામાંથી બિલાડું'(1965) ઉપરાંત ‘તારક મહેતાના આઠ એકાંકીઓ’ (1978) અને ‘તારક મહેતાનાં છ એકાંકીઓ’ (1983) આપ્યાં છે.’તારક મહેતાના ઊંધા ચશ્મા’ (1981), ‘શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ’ (1982), ‘તારક મહેતાનો ટપુડો (1982), ‘તારક મહેતાના ટપુડાનો તરખાટ’ (1984), ‘દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી’ ભાગ 1-2 (1984) વગેરે એમના હાસ્યલેખ સંગ્રહો છે. જીવન નાં કરુણ પ્રસંગો માં થી પણ હાસ્ય ઘડતા રહ્યા. ‘તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે’ (1985) માં પ્રવાસ વિષયક હાસ્યલેખો છે. એમણે ‘મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ’ (1975) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. ‘એક્શન રિપ્લે’ નામે તેમણે આત્મકથા લખી છે. જાત ને ખુબ ડાઉન ટુ અર્થ જોવા નો એમનો અભિગમ એમને વધુ મહાન બનાવે છે.છુટાછેડા લીધેલી પત્ની બાજુ માં જ રહેતી હોય, અવાર નવાર મળવા નું થાય, પહેલી પત્ની નાં પતિ સાથે પણ મિત્રતા.આવી ઘટના ને પણ સાવ સરળ અંદાજ માં જોવી અને એમાં થાય પણ હાસ્ય શોધી લેવું આ એમની મૌલિકતા હતી.આત્મકથા માં ક્યાંય આડંબર રાખ્યા વગર સાવ સરળ રીતે પોતાની જાતને રજૂ કરી છે.આ કૃતિ માં ખુલી ગયા છે.આનું નામ જ આત્મકથા.કોઈ જ દંભ,પાખંડ વગર જેવું જીવ્યા એવું લખ્યું.જીવન કોઈ વાર્તા ની સ્ક્રિપ્ટ તો છે નહીં કે એમાં છેકછાક ને અવકાશ હોય. 2011 માં  ગુજરાતી સાહિત્ય અકાદમી તરફ થી ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ અને 2017માં ‘રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક’ મરણોત્તર એનાયત થયો. એવોર્ડ મળતા રહ્યા.વર્ષ 2015 માં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. લખવું લખવું અને માત્ર લખવું એ જ જીવન નો પ્રથમ અને અંતિમ ઉદ્દેશ્ય.
   ૧ માર્ચ,૨૦૧૭ નાં ૮૮ વર્ષ ની જૈફ વયે અમદાવાદ માં અવસાન થયું. પરિવાર જનો એ દેહ દાન નો નિર્ણય લીધો.૪૮ વર્ષ સુધી સતત ખડખડાટ હસાવતા મહેતા સાહેબ રડાવી ગયા. એક હાસ્ય યુગ નો અંત આવ્યો. પણ એમનું સાહિત્ય આજે પણ ઉપલબ્ધ છે, જીવિત છે.
   તારક જનુભાઈ મહેતા ની આત્મકથા બે ભાગ માં પ્રકાશિત થઈ છે. ૧૯૯૨ માં ઈંડિયા ટુડે નામનું ગુજરાતી મેગેઝિન પ્રગટ થતું એમાં એક્શન રિપ્લે નામ થી કોલમ લખતા. આત્મ ની વાત કહેવા માટે પણ આ જ ટાઇટલ રાખ્યું. જેમાં ખુબ ખુલ્યા છે. દારૂ થી માંડી ને સાઠોદરા નાગર  જ્ઞાતિ માં જન્મ, નડિયાદ, ભરૂચ, મુંબઈ, અમદાવાદ, વિષે લખ્યું છે. જન્મ નાં દશમા દિવસે માતા મનોહર ગૌરી નું મૃત્યુ, બધું જ ખુલ્લી ને લખ્યું છે. શરૂઆત નાં પ્રકરણો માં કથિત સુઘડ, સભ્ય વાચકો નાં નાક નું ટેરવું ચડી જાય એવું બધું લખ્યું છે. દારૂ અને સ્ત્રી પર આટલું બોલ્ડ લખશે એવી આશા – અપેક્ષા કોઈ ને નહોતી. તેવો લખે છે ” દારૂ બહુ પીધો. દારૂડિયા બે પ્રકાર નાં હોય છે. એક હોશ માં આવવા પીવે છે . બીજો બેહોશ થવા પીવે છે. હું શરમાળ , લઘુતા ગ્રંથી થી પીડાતો બીકણ માણસ હતો. દારૂ થી આત્મ વિશ્વાસ વધે છે. ખુલ્લી ને વાત કરી શકું છું. પગ લથડે, જીભ નાં લોચા વળે તો શયન કક્ષ નો આશરો લઈ લઉં છું. સામે થી જ કહી દઉં છું, દારૂડિયો છું. પણ દારૂડિયા નું લેબલ ગમતું નથી.” ગમતી બંગાળણ, ગમતી સાઉથ ઇન્ડિયન સરોજિની ની વાતો અને જાતિયતા પર પણ લખ્યું છે. બહુ સંભવ છે કે થોડું લીધા બાદ મહેતા સાહેબ બહેકી ગયા હોય…!
એમનાં દાદા લખતા. પણ પૈસા ન મળતા. દાદા ખુબ દારૂ પીતા, લફરા બાઝ હતા.આપઘાત કર્યો હતો.એ વિષે તેઓ લખે છે..” એવા હતા તો હતા.તો શું? ” પિતાજી જનુ મહેતા ( જનેન્દ્ર મહેતા ) પ્રત્યે ખૂબ ઉંચો આદર હતો. માતા તો બાળપણ માં જ ગુમાવી હતી. પોતાને આ કારણે બિચારો કહેતા. ચિત્રલેખા જુથ નાં ચેરમેન મૌલિક કોટકે ૧૨ એપ્રિલ નાં અંક માં જાહેરાત કરી કે હાસ્ય કોલમ શરુ થઇ રહી છે. આ ચિત્રલેખા ની ટિપિકલ સ્ટાઇલ. કોઈ પણ વિષય ની, કોલમ ની છણાવટ કર્યા બાદ એના પર પુરતું ધ્યાન આપવા માં આવે. વાચકો માં એક હાઇપ ઉભી કરવા માં આવે.૭ જૂન,૧૯૭૧ નાં અંક થી કોલમ શરૂ થઈ જે ૪૮ વર્ષ સુધી લગાતાર ચાલતી રહી. અન્ય અખબારો માં પણ કોલમ લખી.

*અવતરણ*

     *” બિચારો શબ્દ નો અર્થ હું સમજું એ પહેલાં એ શબ્દ મારા કાન ની વન વે સ્ટ્રીટ માં ઘુસી ને ઝેરી વાયરસ ની માફક નસે નસ માં ઘુસી ગયો…”*
– એક્શન રિપ્લે, તારક મહેતા.✍🏻રમેશ ગોસ્વામી “સારથિ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *