નવ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ નું સરવૈયું ૨૪ માં ભાજપા જીતશે કે વિપક્ષી પક્ષો બાજી મારી જશે…?

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

આગામી સમય માં ૯ રાજ્યો માં વિધાનસભા ની ચુંટણીઓ યોજવા ની છે, જેની કવાયત ભાજપ સહિત તમામ પક્ષો તોડ – જોડ માં પડ્યા છે.તાજેતર માં વિપક્ષી પક્ષો દ્વારા બિહાર માં ગઠબંધન નું મિટિંગ યોજાઈ.બીજી મિટિંગઅન્ય રાજ્ય માં યોજાશે.કોંગ્રેસ પોતાની રીતે મોરચો બાંધી રહી છે.અન્ય પ્રાદેશિક પક્ષો પોત પોતાની રીતે મનગમતા મોરચાઓ માં જોડાઈ રહ્યા છે.આ બધા વચ્ચે ભાજપ નવી વોટબેંક તલાસી રહી છે.ભાજપ પક્ષે ટીમ મોદી સતત બેટિંગ કરી રહી છે.
આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપે તેની રાષ્ટ્રીય કાર્યકારિણી દ્વારા તેના નેતાઓ અને કાર્યકરોને જે પ્રકારનો સંદેશો આપ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ નવી વોટ બેંક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભાજપ માટે પણ આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ,કારણ કે ભાજપના નેતાઓ જાણે છે કે નવી વોટબેંક બનાવ્યા વિના ભાજપ માટે આગામી વર્ષની લોકસભાની ચૂંટણી જીતવી આસાન નહીં હોય. નોંધનીય છે કે જ્યાં એક તરફ ભાજપ તમામ ધર્મ અને જાતિઓને સાથે લેવાની વાત કરી રહી છે તો બીજી તરફ 18 થી 25 વર્ષના યુવાનો પર પણ ફોકસ કરી રહી છે.
2023 માં સ્થિતિ અલગ છે.
2014માં જ્યારે ભાજપ બમ્પર બહુમતી સાથે કેન્દ્રમાં સત્તામાં આવી ત્યારે તેમાં યુવાનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ પાર્ટીએ સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો અને તેના દ્વારા યુવાનોની આકાંક્ષાઓને અવાજ આપ્યો. યુવાનોએ પણ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભારે મતદાન કર્યું હતું. 2019માં પણ ભાજપે જીત નોંધાવી હતી. પરંતુ 2014માં જે યુવાનોએ તેમને મત આપ્યો હતો ,તે પાંચ વર્ષના ગાળામાં તેઓ તેમના જીવનના એક અલગ તબક્કામાં પ્રવેશ્યા છે. 2023 માં સ્થિતિ અલગ છે. તેમાંથી ઘણા યુવાનો હવે સોશિયલ મીડિયા પર બેરોજગારી અને મોંઘવારી વિશે વાત કરી રહ્યા છે.

યુવાનોની બીજી બેચ
ઈતિહાસ સાક્ષી છે કે કોઈપણ ચૂંટણી કે આંદોલનમાં સામાન્ય રીતે યુવાનો જેની સાથે રહે છે જીત તેની જ થાય છે. યુવાનો ભવિષ્યના સપના જુએ છે અને સરખામણી પણ કરે છે. ભાજપ હવે યુવાનોની બીજી બેચને પોતાની વોટબેંક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવા વર્ગ ની વાત કરે છે.
આવો જાણીએ રાજ્ય પ્રમાણે સરવૈયું.
મેઘાલય
અહીં એનપીપી ની સરકાર છે.૨૦૧૮ માં એનપીપી પાર્ટી સૌ થી મોટી પાર્ટી બની હતી.૬૦ માં થી ૪૪ બેઠક પર જીત મેળવી હતી. યુડીપી ૮, પીડીએફ ૪, ભાજપ ને ૨ સીટ મળી હતી.
ત્રિપુરા ૨૦૧૮ નાં પરિણામ માં ભાજપ ને ૬૦ માં થી ૩૪ સીટો મળી હતી. લાંબા ડાબેરીઓ નાં શાસન નો અંત આણ્યો હતો.
નાગાલેન્ડ ૨૦૧૮ માં ૬૦ માં થી એનડીએ ને ૧૮ અને ભાજપ ને ૧૨ સીટ મળી હતી. ભાજપ ની ગઠબંધન ની સરકાર છે.
અહીં એનડીએ સરકાર છે.
કર્ણાટક
૨૮ મે ૨૦૨૩ નાં અહીં સરકાર નો સમય કાળ પૂરો થયો. ભાજપા સરકાર ને ઉથલાવી ને કોંગ્રેસે સરકાર બનાવી.
મધ્યપ્રદેશ
હાલ ભાજપા સરકાર છે. નવેમ્બર માં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અહીં કોંગ્રેસ નાં કમલનાથ નો દબદબો હતો, પણ ભાજપા દ્વારા સરકાર ઉથલાવી નાખી ને શિવરાજ સિંહ ચૌહાણ ને ગાદી સોંપાઈ હતી. અહીં ભાજપ – કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.
રાજસ્થાન
૨૦૦ વિધાન સભા સીટો વાળા આ રાજ્ય માં કોંગ્રેસ ની સરકાર છે, પણ ભાજપા તરફી ઝુકાવ ધરાવે છે. ડિસેમ્બર માં કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. કોંગ્રેસ રાજસ્થાન ને બચાવી રાખવા તમામ પ્રયત્ન કરશે. ગેહલોત અને પાયલોટ વચ્ચે વારંવાર તણખા ઝરે છે એનો ભાજપ ખુબ ફાયદો ઉઠાવશે.
છત્તીસગઢ
અહીં કોંગ્રેસ ની સરકાર છે. ભૂપેશ બઘેલ નો દબદબો છે.૯૦ વિધાન સભા સીટો વાળા આ રાજ્ય માં સરકાર બનાવી રાખવા કોંગ્રેસ પુરી કવાયત કરી રહી છે. નવેમ્બર માં સમય અવધિ પુરી થઈ રહી છે. અહીં ભાજપ પાસે કોઈ મોટા નેતા નથી. ગ્રાઉન્ડ પર કોઈ વિશાળ જનાધાર નથી. એટલે આ રાજ્ય કોંગ્રેસ આરામ થી જીતી જાય એવું બને.
તેલંગાણા
આ રાજ્ય માં ટીઆરએસ ની સરકાર છે. ભાજપા, કોંગ્રેસ અને ટી આર એસ વચ્ચે ત્રિકોણીય જંગ ની શક્યતા છે. ગઠ બંધન નાં દરેક પક્ષ માટે દરવાજા ખુલ્લા છે.
મિઝોરમ
આ રાજ્ય માં ૧૩ ડિસેમ્બર ,૨૦૨૩ નાં સરકાર ની અવધિ પુર્ણ થઈ રહી છે.૪૦ સભ્યો ની બેઠક માં થી ૨૦૧૮ માં ૪૦ માંથી એમએનએફ ને ૨૮ , ઝેડપીએમ ને ૬, કોંગ્રેસ ને ૫, ભાજપ ને ૧ બેઠક મળી હતી. અહીં ભાજપ, કોંગ્રેસ મુખ્ય પાર્ટી બની શકે એવા કોઈ એંધાણ વર્તાઈ નથી રહ્યા. અન્ય વિજેતા દળ ને સમર્થન આપી ને સરકાર બનાવાય એવું શક્ય બને. પણ નવા પરિપેક્ષ માં ભાજપા નો જાદુ ચાલી જાય તો ચમત્કાર થી કમ નહીં હોય.
આ તમામ રાજ્યો માં પોતાની સરકાર બનાવવા દરેક પક્ષો એ કવાયત આદરી દીધી છે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત રાજ્યો માં પણ ચૂંટણી યોજાય એવી પૂરી સંભાવના છે.

અવતરણ

૨૦૨૪ માં કોણ બાજી મારશે? ભાજપા ફરી એકવાર વિજય ને વરશે કે વિપક્ષી એકતા ની જયજય કાર થશે?
જસ્ટ વેઇટ એન્ડ વોચ.

રમેશ ગોસ્વામી “સારથિ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *