ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિર્મૂલન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મધ્યપ્રદેશના શાહદોલ જિલ્લા ખાતેથી રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિર્મૂલન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો..આ મિશન હેઠળ આદિવાસી વસ્તીમાં સિકલ સેલના પડકારોનો સામનો કરવાનો છે. આ મિશન 2047 સુધીમાં સિકલ સેલ રોગને નાબૂદ કરવાના સરકારના પ્રયાસોમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે. સિકલ સેલના રોગીને આનુવંશિક સ્થિતિ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવશે. કેન્દ્રીય અંદાજપત્રમાં 17 રાજ્યોના 278 જિલ્લાઓમાં આ મિશન લાગુ કરવા જોગવાઈ કરવામાં આવી છે.

અરવલ્લી જીલ્લાના ટ્રાઈબલ વિસ્તાર ભીલોડા તાલુકાના પાલ્લા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે પણ રાષ્ટ્રીય સીકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાનનો શુભારંભ કરવામા આવ્યો.અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સિકલ સેલ માટેની જાગૃતિ ફેલાય અને સતર્ક રહેવા માટે સલાહ આપવામાં આવી.સિકલ સેલ જેવી બીમારીની માહિતી લોકો સુધી વધારે પોહચે અને તેના માટેના પગલાઓ લેવામાં આવશે. ખાસ મહિલાઓ આ ચેકપ કરાવે અને કાળજી રાખે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી,કે. એન
શાહ,જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી આર. એન. કુચારા ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,જિલ્લા સર્વેલન્સ ઓફિસરશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી ભિલોડા,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ભિલોડા,મેડિકલ ઓફિસરશ્રી,તથા સરપંચશ્રીઓ,આરોગ્ય કર્મચારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં ગામના નાગરિકોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમનુ આયોજન હાથ ધરવામા આવ્યુ. આ પ્રસંગે સિકલસેલ એનિમિયા અંતર્ગત સ્ક્રીનીંગ કરવામાં આવ્યું તથા સિકલસેલ સ્ક્રીનીંગ કરેલ લાભાર્થીઓને ડીજીટલ સિકલસેલ કાર્ડ આપવામાં આવ્યા.મધ્યપ્રદેશથી વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ વર્ચ્યુલી નિહાળવામાં આવ્યો.



