ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અષાઢી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા.આપણી ભારતીય સંસ્કૃતિમાં અર્વાચીન કાળથી ગુરુનું વિશેષ મહત્વ રહેલું છે અને તે સંસ્કૃતિનાં જતન હેતુ દર વર્ષે ગુરુપૂર્ણિમાનાં પર્વની ઉજવણી પુરા ભારત વર્ષમાં થતી હોય છે અને તેનાજ ઉપક્રમે મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનઈ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળામાં ઉપસ્થિત તમામ ગુરુજનોનું કુમકુમ તિલક કરી પર્યાવરણનાં જતન હેતુ રોપાઓ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પર્વ પર ગુરુનાં મહિમા ગાતા શ્લોક ગાન , ગુરુ પૂર્ણિમા પર વક્તવ્ય, તેમજ સુંદર નાટક શાળા નાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળનાં પ્રમુખ શ્રી બિપીનભાઈ આર શાહ સાહેબ તેમજ સેક્રેટરીશ્રી નિખિલભાઈ શાહ પોતાની વિશેષ ઉપસ્થિતિ આપી ગુરુપૂર્ણિમાની સૌ ગુરુજનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુરુનાં મહિમાનાં દર્શન કરાવ્યા હતા. શાળાનાં કેમ્પસ ડાયરેકર શ્રી જે.પી. ઉપાધ્યાય તેમજ શાળાના આચાર્યશ્રી કુંદન સિંહ જોદ્ધા સાહેબે ગુરુપૂર્ણિમા પર્વની શુભેચ્છા આપી સૌને શુભકામનાઓ પાઠવી હતી અને આ પર્વને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

