ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
” ગુરુની ગરિમા એના વયથી નહિ પણ એના અનુભવથી વધતી હોય છે.સાચી સલાહની સાથે જરૂરી સહકાર આપે એજ સાચો ગુરૂ.”
ગુરુ એટલે સાચા પથદર્શક,સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતો દિવસ છે. ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા પ્રેમ હુંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરાવવાનો દિવસ છે. આપણી સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયથી લઈને આજ સુધી ગુરુને હંમેશા શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. આચાર્ય દેવો ભવ ગુરુનું મહત્વ આપણા પુરાણોએ ખૂબ વર્ણવ્યું છે. અને ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ પોતાના આશીર્વાદ લઈને જીવનમાં પ્રગતિ કરવાનો સંકલ્પ કરે છે.જીવનમાં સફળ થયેલા લોકો પોતાના જીવનમાં આવેલા શ્રેષ્ઠ ગુરુ અને યાદ કરીને ધન્યતા અનુભવે છે.
પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ જંગલમાં આશ્રમ બનાવીને રહેતા હતા ગુરુના આશ્રમમાં વિદ્યા મેળવવા જતા હતા. જીવન એના શરૂઆતના 25 વર્ષ સુધી ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા. આસપાસના વિસ્તારમાંથી ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા,કોઈ લાકડા કાપેલા લાવતા હોય,તો કોઈ જીવન જરૂરી વસ્તુઓ અને ફળો એકત્ર કરીને લઈ આવતા હતા.
ગુરુ પોતાના શિષ્યોને જીવન ઉપયોગી જ્ઞાન આપતા હતા. આ સમય આશ્રમોમાં શાસ્ત્રોના અભ્યાસ સાથે સાથે શિષ્યોને ધનુર વિદ્યા જેવું શાસ્ત્રવિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું હતું.
ગુરુ શબ્દ બે શબ્દો મળીને બનેલો છે ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર. ગુરુ એટલે જીવનના અંધકાર માંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર. ગુરુ એટલે સાચા પથ દર્શક સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક.