ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
માલપુર મામલતદારના પુત્રની જન્મદિવસની ગુરુપૂર્ણિમાના દિવસે આવતો હોય અનોખી રીતે સાદાઇથી અને અન્ય અધિકારીઓને પ્રેરણા મળે તેવા હેતુ સાથે ઉજવણી કરાઈ હતી,માલપુર મામલતદાર ડૉ.દીનતા બી કથીરીયા (GAS.) ના પુત્ર નિયાંશ કથીરીયાનો જન્મદિવસ 3 જુલાઇને ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે હોઇ અનોખી રીતે અને સાદાઇથી અન્ય અધિકારીઓને પ્રેરણા મળે તેવા હેતુ સાથે ઉજવણી કરાઈ હતી.માલપુરના આગણવાડીના બાળકો, પીપરાણા પ્રાથમિક શાળાના બાળકો, અને નોધારાના આધાર બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.મામલતદાર કચેરીના પટાંગણમાં બાળકે વૃક્ષારોપણ કરી બાળકોને અભ્યાસમાં ઉપયોગી એવા શૈક્ષણિક સાધનો આપીને ઉજવણી કરાઈ હતી.