અરવલ્લી-નવી શિણોલ દૂધ મંડળીમાં નિવૃત્ત કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવી શિણોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. માં નિવૃત્ત થતાં કર્મચારીઓનો વિદાય સમારંભ રામજીમંદિર હોલ ખાતે યોજાયો હતો. ડેરીના સ્થાપના વર્ષ ૧૯૭૬ થી સતત ૪૭ વર્ષથી અવિરત પણે સેક્રેટરી તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવનાર ભીખાભાઇ વિરમભાઇ પટેલ અને વર્ષ ૧૯૮૭ થી સતત ૩૬ વર્ષથી ટેસ્ટર નિરીક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા દેવેન્દ્રપ્રસાદ શંકરલાલ પંડ્યા નિવૃત્ત થતાં એમની સેવાઓને બિરદાવી સંભારણા રૂપે પ્રમાણપત્ર આપી નિવૃત્તિ પછીનું શેષ જીવન પોતાના પરિવાર સાથે આરોગ્યમય અને તંદુરસ્તી સાથે વિતાવે તેવી શુભકામનાઓ પાઠવી ભાવવિભોર વિદાય આપવામાં આવી હતી.બંને કર્મચારીઓના વિદાય પ્રસંગે યોજાયેલ સમારંભમાં ડેરીના ચેરમેન ચિરાગભાઇ હરીવદનભાઇ પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ બિપીનભાઇ પ્રેમજીભાઇ પટેલ તથા ગામના આગેવાનો નવીનભાઇ પ્રેમજીભાઇ પટેલ, કનુભાઇ છગનભાઇ પટેલ, અશોકભાઇ દેવકરણભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં ડેરીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *