ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

તાજેતરમાં ભાટીયા શહેરની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા શાસ્ત્રીય સંગીત પ્રચાર – પ્રસાર હેતું ભાવનગર જિલ્લાના તળાજામાં સંસ્કૃતિ કલાકુંજને પરિક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવી જેમનો કેન્દ્ર કોડ નં. – 12 છે. કેન્દ્ર સંચાલકશ્રી મહેન્દ્રકુમાર પુનાભાઈ ડાભીને ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે. કલા ક્ષેત્રે કારકિર્દી મેળવવા ઉગતા કલાકારો, કલા સાધકો વગેરે તળાજામાં સંસ્કૃતિ કલાકુંજના પરીક્ષા કેન્દ્રમાં સરકાર માન્ય ડિગ્રી કોર્સની ગાયન, તબલા, હાર્મોનિયમ, બંસરી, ગીટાર, કિ – બોર્ડ તથા અન્ય તાલવાદ્ય, ભારતનાટ્યમ, કથ્થક નૃત્ય વગેરે વિષયની નિયમોને આધિન રહીને પરીક્ષાઓ આપી શકશે સંસ્કૃતિ કલાકુંજ તથા સંચાલકશ્રી મહેન્દ્રકુમાર પી. ડાભીને સંસ્થાના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા અધિકારીશ્રી પરસોતમભાઈ કછેટીયા અને સંસ્થાની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ…