
વાપીની જનતા માટે પાલિકાએ ચલામાં સાયકલ ટ્રેકનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. અમૃતમ યોજના અંતગર્ત પાલિકાએ રૂ.1 કરોડના ખર્ચે જોગીંગ ટ્રેક,ચિલ્ડ્રન્સ પ્લે,ફ્રન્ટ આર્ટ ગેલેરી સહિતનો પ્રોજેકટ 2019માં શરૂ કર્યો હતો,પરંતુ થોડાક દિવસથી લગાતાર વરસતા વરસાદના કારણે સાયકલ ટ્રેક મા ગાબડાં પડીગયા છે. સાયકલ ટ્રેક પર હાલ મોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે.

વાપી નગરપાલિકાએ બનાવેલા સાયકલ ટ્રેક માં ખાડા પડતા વિકાસનિ પોલ ખુલતી જોવા મળી રહી છે. સાયકલ ટ્રેકના ઉદઘાટન વખતે પાલિકાના પદાધિકારીઓ મોટી-મોટી જાહેરાતો કરી હતી, પરંતુ હાલ સાયકલ ટ્રેક ધોવાતા પાલિકાની કામગીરી સામે સીધા સવાલો ઉઠી રહ્યાં છે. પાલિકા ના હોદ્દે દારોએ લોકોની સુવિધા ની ચિંતા કરીને સાઇકલ ટ્રેક બનાવ્યો હતો કે પછી ગ્રાન્ટ ના કરોડો રૂપિયાનો વ્યર્થ કરવાં માટે એ સવાલ ઊભોથાય છે ? લોકો ટ્રેકનો ઉપયોગ કરી શકે એ માટે પ્રતિકલાકના 10 રૂપિયા ભાડૂ લઇને સાયકલ ચલાવવા માટે આપતા હતા જોકે હાલ આખા ટ્રેકમાં ખાડા અને ધોવાણ થતા કરોડો રૂપિયા પાણી મા ગયા હોવાનુ દેખાય રહ્યું છે,
રજાઓ માં પણ વાપીની જનતા એ સાયકલ ટ્રેકનો ઉપયોગ કર્યો નહતો આ ટ્રેકની લંબાઇ 1.50 કિમી છે. અત્યાર સુધીમાં બૌ ઓછા લોકોએ આ સાયકલ ટ્રેકનો ઉપયોગ કર્યો છે તેવી પ્રાથમિક માહીતિ મળી છે, લોકો ના ઉપિયોગ માટે પ્રોજેક્ટ બને અને લોકોજ ઉપિયોગ ના કરીશકે જેથી લોકોમાં અંદર ખાને ભારે આક્રોશ પણ છે,