ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત
છેલ્લા દસ વર્ષ દરમિયાન આધાર ઓળખના સૌથી સ્વીકૃત પુરાવા તરીકે ઉભરી આવેલ છે.જેમાં બાયોમેટ્રિક પ્રમાણિકરણથી રહીશની ઓળખ કરવાની જોગવાઈ છે.રહીશો દ્વારા સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે.કોઈ યોજનાકીય લાભ મેળવવા માટે આધારની વિગતો સમયાંતરે અપડેટ કરવી જરૂરી છે. નિયામકશ્રી, UIDAI, રાજ્ય કચેરી,ગાંધીનગર ધ્વારા ૧૦ વર્ષ પહેલાંના આધારકાર્ડ અપડેટ કરવાની કાર્યવાહી કરવા જણાવેલ છે અને UIDAI દ્વારા ૧૦ વર્ષ પહેલાં ઈશ્યુ થયેલ આધારકાર્ડને અપડેટ કરવાની નવી Standard Operating Procedure (SOP) જાહેર કરેલ છે. આધાર (નોંધણી અધ્યતન) (૧૦ માં સુધારા) વિનિયમ,૨૦૨૨થી નવા દાખલ થયેલ વિનિયમ ૧૬ એ મુજબ આધાર નંબર ધારકે ૧૦ વર્ષે ઓછામાં ઓછા એકવાર ઓળખ અને સરનામાંના દસ્તાવેજી પુરાવા રજુ કરી આધારકાર્ડ ધારકો માટે દસ્તાવેજ અપડેટની નવી સુવિધા વિકસાવવામાં આવી છે. આ સુવિધા રહેવાસીઓ myAadhaar (ઓનલાઈન) પોર્ટલ દ્વારા અથવા કોઈપણ આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લઈને ઍક્સેસ કરી શકે છે. નવી સુવિધા આધાર નંબર ધારકોને આધાર ડેટાબેઝમાં કોઈપણ ફેરફાર કર્યા વિના, ઓળખના પુરાવા (POI) અને સરનામાના પુરાવા (POA) દસ્તાવેજોને અપડેટ કરીને તેમના આધારમાં વિગતોને પુનઃપ્રમાણિત કરવાની મંજૂરી આપે છે. જો કોઈપણ નિવાસીને તેમના આધાર ડેટાબેઝમાં વસ્તી વિષયક વિગતોમાં કોઈ ફેરફારની જરૂર હોય, તો તેણે/તેણીએ આધાર નોંધણી કેન્દ્ર અથવા myAadhaar પોર્ટલ દ્વારા ઉપલબ્ધ હાલની વસ્તી વિષયક અપડેટ સુવિધાને અનુસરવી જોઈએ.આધાર કાર્ડ અપડેટ કરવા માટે સરકારશ્રી દ્વારા રૂપિયા 50 (અંકે રૂપિયા પચાસ પુરાનો દર) નક્કી કરવામાં આવેલ છે.આ અંગે અરવલ્લી જિલ્લામાં આવેલા નીચે મુજબના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.
૧.મામલતદાર કચેરી,મોડાસા ૪.મામલતદાર કચેરી માલપુર
૨.મામલતદાર કચેરી,બાયડ ૫.મામલતદાર કચેરી મેઘરજ
૩.મામલતદાર કચેરી,ભિલોડા ૬.મામલતદાર કચેરી ધનસુરા