ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત
વિહોતર વિકાસ મંચની એક બેઠક ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી અજયભાઈ ચલુવા તથા પ્રદેશ મહામંત્રીશ્રી ધનજીભાઈ દેસાઈ બોરમઠ એ સભાની શરૂઆતમાં સૌને આવકાર્યા હતા સમાજ સેવક અને વિહોતર વિકાસ મંચ પ્રદેશ સલાહકાર સમિતિના અધ્યક્ષ શ્રી A G લુણી સાહેબ તથા મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નીતાબેન તથા મહામંત્રી ગીતાબેન તથા મધુબેન તથા લીગલ સેલ કન્વિનર લગધીરભાઈ તેમજ પ્રદેશ તથા જિલ્લા તાલુકા શહેર તાલુકા પ્રમૂખ તથા હોદ્દેદારો અમદાવાદ અરવલ્લી સાબરકાંઠા મહેસાણા જૂનાગઢ ભાવનગર સુરત પાટણ રાજકોટ બનાસકાંઠા સહિત તમામ જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં સમાજમાં શૈક્ષણિક કાર્ય વધે અને સમાજ લાકડીયા તાર વાળો સમાજ બોલપેન અને લેપટોપ થી ઓળખાય તે માટે શિક્ષણ અને મહિલા સુધારક બેટી બચાવો બેટી પઢાવો અને સરકાર લક્ષી તમામ યોજનાઓનો સમાજના છેવાડાના નાનામાં નાના માણસો સુધી પહોંચે અને જેનો લાભ સમાજને મળે તે માટે જિલ્લા તાલુકા ગ્રામ્ય સ્તર સુધી કમિટીની રચનાઓ કરી સમાજને ઉપયોગી અનેક કાર્યો થાય તેવા રણટંકાર સાથે બેઠકની પૂર્ણાહુતિ કરી હતી