ઉમરગામ તાલુકા ના આહુ ગામ માં સ્મશાન અને સરકારી પડતર જગ્યાને તળાવ બતાવી માટી ચોરીનો કોમભાંડ કોણે કર્યું,?

એહવાલ અનીસ શેખ ( વલસાડ )

આહું ગામ ના નકશામાં કોઈ જગ્યાં એ સરકારી તળાવ નો ઉલ્લેખ નથી !તેવા ગામ લોકોએ આક્ષેપો કર્યાં હતાં છતા સુજલામ સુફલામ્ ના નામે લાખો રૂપિયા ની ગ્રાન્ટ કઈ રીતે પાસ થઈ ગઇ? શું પંચાયત દ્વારા ખોટા ડોક્યુમેન્ટ મૂકીને અધિકારીઓ ને અંધારામાં રાખીને ગ્રાન્ટ પાસ કરાવી હતી? ગ્રામ પંચાયત ના લેટર ઉપર જે ૨૩૬ સર્વે નંબર આપી તળાવ ખોદવાની મંજુરી માંગી હતી તે સર્વે નંબર પર સરકારી પડતર જગ્યાં છે!!

ખાણ અને ખનીજ વિભાગ ના અધિકારીઓ એ સ્મશાન અને
પડતર ખારલેણ ની જગ્યા મા માટી ખોદવાની રોયલ્ટી કઈ રીતે પાસ કરી? જ્યાં પેહલા કોઈ સરકારી યોજના હેઠળ ખોદકામ થઈ ગાયેલું હોય ત્યાં ફરી માટી ખોદવાની પરમિશન ના આપવી ભૂસ્તર અઘિકારી ના નીયમો પણ ભૂસ્તર અધિકારીઓ એ ના જોયા,? સ્મશાન થી ૨૦૦ મીટર દુર હોય તોજ માટી ખોદવાની મંજુરી આપી શકાય અહી તો સ્મશાન ની જગ્યાં ને પણ ખોદી તેમાંથી માટી ચોરી કરી નાખી? શું ભૂસ્તર અઘિકારી આ માટી ચોરી કરનાર કોણ છે? તેની સામે કાર્યવાહી કરી તમાંમ ચોરેલી માટી પાછી લાવી ગુનેગારો સામે પગલા ભરસે ખરા?

ઉમરગામ તાલુકા ના આહૂ ગામ માં કરોડો રૂપિયા નિ માટી ચોરીનું કોમભાન્ડ કોણે કર્યું? સરકારી પડત ની જગ્યા, અને સ્મશાન ની જગ્યા ખોદી નાખી, મહત્વનું એ છે ગ્રામ સ્વરોજગાર યોજના હેઠળ ના પાળા બનાવી ને આદિવાસી ભાઈયો માટે માછી મારિ કરી રોજગારી મેળવવા માટે મંજૂરી આપેલ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી હુકમ ને પણ ગોળીને પિગયા અને વધુમાં ૨૦૧૬ માં કલેકટરે વલસાડ ના ઓ એ મદદનીશ ભૂસ્તર અઘિકારી ને પત્ર લખી જાણ કરી હતી કે સર્વે નંબર ૩૧ વાળી જગ્યાં જેનો હાલનો સર્વે ૨૩૬ વાળી સરકારી પડતર ખાંજણ બહાર ની વ્યક્તિ કે સંસ્થા ને લીઝ પર ના આપવાં બાબતે તપાસ કરી રીપોર્ટ રજુ કરવો! તમામ હુકમો ને અવગણી અને પોતાના અંગત સ્વાર્થ માટે અને ખાલી પૈસા કમામવના ઇરાદા થી સરકારી પડતર અને સ્મશાન ની જગ્યા નાખનારા ઓ સામે વલસાડ કલેકટર સાહેબ શ્રિ પોતે તપાસ કરે અને તેવી ગામ લોકો ની માંગ છે!!

મળતી માહીતી મૂજબ ઉમરગામ તાલુકાના આહુ ગામમાં સુજલામ સુફલામ્ યોજના હેઠળ ૨૦૨૧-૨૦૨૨ માં ૪ વખત ગ્રાન્ટ પાસ કરી એક વખતના ૩ લાખ રૃપિયા હિસાબે ૪ વખતના કુલે ૧૨ લાખ રૃપિયા ગ્રાન્ટ પાસ કરી ટેક્ષ કાપી તમામ પૈસા ચૂકવાઈ ગયા પરંતું ગામ ના જાગૃત નાગરિકો એ સંપૂર્ણ બાબતે તપાસ કરતા સિંચાઇ અઘિકારી ભીલાડ નાઓ દ્વારા જે સુજલામ સુફલામ્ યોજના આહું ગામ માં કરવામા આવિ છે પરંતું ગામ માં કોઈ જગ્યાં એ તળાવ તો છેજ નહી? તો આ ગ્રાન્ટ પાસ કઇ રીતે થઇ અને ક્યાં સર્વે નમ્બર પર આ ગ્રાન્ટ પાસ કરવામા આવિ તેને લગતી આરટીઆઇ ગામ લોકો એ કરતા મોટાં ભોપાળાં બહાર આવ્યા હતાં, સુજલામ સુફલામ્ ના અપ્રુવલ પ્લાન માં તપાસ કરતા ((૧) inklesh tlav . ૩૦૦૦૦૦રૂપિયા (૨) ambaji faliya ૩૦૦૦૦૦(૩) Kamal Bharat society ૩૦૦૦૦૦(૪) simada talav ૩૦૦૦૦૦ . આમ ૪ જગ્યાઓ પર તળાવ છે એમ બતાવી કુલે ૧૨ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ની ગ્રાન્ટ પાસ્ કરવામા આવી હતી, પરંતું તે સ્થળ પર આવા કોઈ તળાવ આવેલા નથી તેવુ ગામ લોકોએ જણાવ્યું હતું!, મહત્વ નું એ છે કે જો ગામ માં તળાવ નથી તો સિંચાઇ અધિકારીઓ એ કઈ રીતે સુજલામ સુફલામ્ યોજના ની મંજુરી આપી ને લખો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરી દીધી,? તે ઉચ અધિકારીઓ તપાસ કરવી જોઈએ
કાર્યપાલક ઇજનેર દમણ ગંગા નેહર પેટા વિભાગ નંબર: ૩ બલીઠા ( વાપી) ઓ ને ગ્રામ પંચાયત આહું નાં લેટર પેડ ઉપર તળાવ ઊંડા કરવાં બાબતે ૯/૪/૨૦૨૧ ના રોજ સરપંચે રજૂઆત કરતો લેટર કાર્યપાલક ઇજનેર દમણ ગંગા નેહર પેટા વિભાગ નંબર: ૩ બલીઠા ને લખ્યો હતો, જેમાં સર્વે નંબર ૨૦૮ અને સર્વે નંબર ૨૩૬ વાળી જગ્યાં જ્યાં તળાવો આવેલા છે તો તેને ઊંડા કરવાં જલારામ બિલ્ડીંગ સપ્લાયર ના માલીક ને તળાવો ઊંડા કરવાં મંજુરી આપવામાં આવે.
હવે હકિકત એવી છે કે ૨૩૬ સર્વે નંબર હાલમાં રેકર્ડ મા સરકારી પડતર જગ્યાં બોલાય છે, જ્યાં કોઈ તળાવ હોય તેવુ સાત બાર મા દેખાતું નથી પરંતુ હકિકત એવી છે કે સરકારી પડતર ખારલેન્ડ વિસ્તારમા આદીવાસી ગ્રામ સ્વરોજગાર માટે ભારત સરકારે આદીવાસી માછીમારી માટે જમીન ફાળવી હતી જેમાં ઘણાં સમય થી આજુ બજુ વિસ્તારના આદીવાસી ભાઈઓ માછી મારિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતું આ સરકારી પડતર જગ્યાં ને ખોદી તેમાથી માટી ચોરી કરતા ગ્રામ જનોએ કલેકટર વલસાડ ના ઓને ૫/૧૨/૨૦૧૬ નાં રોજ ફરિયાદ પણ કરીહતી પરંતું આજદિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહિ ન થતા આહુ ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સરકારી પડતર જગ્યાં ની સાથે સાથે ૨૯ ગુંઠા જેટલી સ્મશાન ની જગ્યા પણ ખોદી તેમાંથી પણ માટી ચોરી કરી નાખતા ગ્રામ જનો કલેકટર વલસાડ ના ઓ ને લેખીતમાં રજૂઆત કરી હતી કે ચોરેલી માટી પાછી મંગાવી તમામ નુકશાની નું વળતર મેળવી તે પૈસા ગ્રામ પંચાયત ની તિજોરીમાં પરત કરાવી ગામ ના વિકાસ માટે તેનો ઉપિયોગ્ કરવામા આવે તેવો માંગ છે,

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *