વરસાદી માહોલમાં અહલાદક અનુભવ કરાવતું મોડાસા તાલુકા પાસે દધાલીયા ખાતે આવેલ કકરાઈ માતાજીનું મંદિર

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત

શ્રદ્ધા સાથે કુદરતી સૌંદર્યના દર્શન એટલે કકરાઈ માતાજીનું મંદિર

શ્રી કકરાઈ માતા મોડાસા તાલુકાના ડુંગરમાળામાં બિરાજેલા છે.આ સુંદર સ્થળને ‘મીની પાવાગઢ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કકરાઈ માતાનું મંદિર મોડાસાથી લગભગ 22 કિલોમીટર દૂર છે.જંગલ અને ડુંગર વચ્ચે આવેલા કકરાઈ માતાના મંદિર સુધી પહોંચવાનો માર્ગ ખૂબ જ સુંદર છે.કુદરતી સુંદરતાથી ખીલેલો અને કુદરતના સાનિધ્યમાં આ સ્થળની મુલાકાત લેવાથી એક અલગ જ અનુભૂતિ થાય છે.

કુદરતના ખોળે આવેલ આ સુંદર મંદિરમાં શ્રદ્ધાળુઓ ખુબજ આસ્થાથી આવે છે. એટલે કુદરતની સુંદરતા અને આસ્થાનો સુખદ સમન્વય જોવા મળે છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં અનેક સુંદરતાસભર પ્રકૃતિના દર્શન થાય છે.

પર્વત ઉપર ઉભા રહી કુદરતની સુંદરતા નિહાળી શકો છો આ મંદિર સુધી પહોંચવા માટે તમારે ખાનગી વાહનો દ્વારા જવું પડશે. કકરાઈ માતા નું મંદિર ટોચની ટેકરી પર સ્થિત હોવાથી તમે ત્યાં આસપાસ આવેલા ગામડાઓને ખેતરોના સુંદર દ્રશ્યો જોઈ શકો છો. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના વિક્રમ સવંત 1648 માં પ્રથમ સૂર્યવંશીના હસ્તે કરવામાં આવી હતી. માટી છાણ તેમજ ધાતુથી નિર્મિત માતાજીની મૂર્તિ ધરાવતું આ મંદિર શરૂઆતમાં નાનું હતું. પરંતુ હવે તેમાં વખતે વખત સુધારા કરી મંદિર મોટું બનાવવામાં આવ્યું છે. માતાના ભક્તોને દર્શન માટે વિવિધ સ્થળોથી આવે છે. આ મંદિર હિન્દુ સમાજની કેટલીક જાતિઓ પોતાના બાળકોની બાધા ઉતરાવવા આવતા હોય છે. મંદિરના સુંદર શાંત અને વિશાળ પરિસરમાં પહોંચતા જ આધ્યાત્મિક અહેસાસ થાય છે. સવારનો અને સાંજના સમયે સ્થળ પર જવાનો સંતોષકારક સમય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *