૨૧ જુલાઈ ૨૦૨૩ થી મતદાર યાદી સુધારણાના ભાગરૂપે બી.એલ. ઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીની શરૂયાત

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત

બી. એલ. ઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના સાચા જવાબો તથા જરૂરી માહિતી મતદારયાદીને વધુ સુદ્ધઢ અને શુદ્ધ બનાવશે

આપના પરિવારના ૧૭ વર્ષથી વધુ ઉંમરના સભ્યો, દિવંગત સભ્યો તથા કાયમી ધોરણે સ્થળાંતરિત સભ્યોની વિગતો બી. એલ. ઓશ્રીને જરૂરથી આપશો.અધતન મતદારયાદીમાં આપનું નામ તપાસો, અને જો નામ ના હોય તો ફોર્મ ૬ ભરો,કોઈપણ વિગતો તથા સરનામું સુધારવા માટે ફોર્મ ૮ ભરો,રાજ્યમાં એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે અને ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય તે માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2024 શરૂ કરવામાં આવશે.૨૧ જુલાઈથી રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી શરૂ કરાશે. તેના ભાગરૂપે રાજ્યના ૫૧,૭૦૦થી વધુ બૂથ લેવલ અધિકારી અને સુપરવાઈઝરને બાયસેગની મદદથી સેટેલાઇટ કોમ્યુનિકેશનના માધ્યમથી ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા તાલીમ અપાઈ હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકેની લાયકાતની તારીખમાં સુધારો કરવામાં આવતા હવેથી વર્ષમાં ચાર વખત મતદાર યાદીમાં પોતાનું નામ મતદાર નોંધાવી શકે છે. જે મતદારો તેમના રહેણાંકના સ્થળેથી કાયમ માટે બીજે સ્થળાંતર કરી ગયા છે કે મૃત્યુ પામ્યા છે તેમને લગતી મતદાર યાદીની કામગીરી કેવી રીતે કરવી તેની પણ તાલીમ આપવામાં આવી હતી. જિલ્લાના બીઆરસી-સીઆરસી ભવન તથા મામલતદાર કચેરીઓ ખાતેથી રાજ્યભરના બૂથ લેવલ અધિકારી અને સુપરવાઈઝરનો તેમાં સમાવેશ કરાયો હતો.

ફૂટ સોલ્જર્સ ઑફ ઈલેક્શન તરીકે ઓળખાતા બૂથ લેવલ અધિકારી અને સુપરવાઈઝર ચૂંટણી તંત્રની ફિલ્ડ વર્કની કામગીરીમાં મહત્વના હોવાથી મતદાર યાદી સુધારણાની કામગીરી કેવી રીતે કરવી અને પંચ દ્વારા જે એપ્લિકેશન તૈયાર કરાઇ છે તેનો હાઉસ ટુ હાઉસ સર્વે સહિતની કામગીરીમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની જાણકારી પણ અપાઇ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *