એહવાલ હિતેશ નાઈક ( તાપી )
40 વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એકજ ઓરડો છે જેના કારણે 1થી 5 ઘોરણના વિદ્યાર્થીઓ એકજ ઓરડામા અભ્યાસ કરવા મજબુર
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુણસદા પ્રાથમિક શાળાની મુલાકાત બાદ તમામ શાળાઓમાં તપાસના આદેશ આપ્યા બાદ પણ તાપી જિલ્લા વહિવટી તંત્ર ઘોર નિદ્રામાં..
કુકરમુંડાનુ સતોલા ગામ જ્યા પ્રાથમિક શાળા બની છે સમસ્યાનુ ઘર પડેગા ઇડીયા તો બડેગા ઇડીયા જેવી શિક્ષણ મુદ્દે મોટી મોટી વાતો કરે છે સરકાર ત્યારે તાપી જિલ્લો જે 80 ટકા ટ્રાઈબલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે જ્યા હજુપણ શિક્ષણના નામે મીઢુ છે ત્યારે કુકરમુડાંના સતોલા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને પડી રહી છે ભારે મુશ્કેલી સતોલા પ્રથમીક શાળામાં 1થી5 ઘોરણ આવેલા છે જેમા 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરેશે ત્યારે 40 વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એકજ ઓરડો છે જેના કારણે 1થી 5 ઘોરણના વિદ્યાર્થીઓ એકજ ઓરડામા અભ્યાસ કરવા મજબુર બન્યા છે સતા તાપી જિલ્લા વહિવટી ઘોર નિદ્રામાં ઉગેલ હોય તેવુ જણાઇ રહ્યુ છે ત્યારે મુખ્ય મંત્રીના આદેશ બાદ પણ હજુ સુધી શાળાઓની મુલાકાત લેવાઇ નથી ત્યારે ક્યારે જાગશે વહિવટી તંત્ર ક્યારે લેશે ટ્રાઈબલ એરીયામા આવેલ શાળાઓની મુલાકાત તે તો આવનાર દિવશોમા જોવાનુ રહ્યુ..