એહવાલ અનીસ શેખ
મુખ્યમંત્રી ના આગમન ની ખુશીમાં વલસાડ ના મુખ્યમાર્ગો જગમગી ઉઠ્યા અને પરત ફર્યા બાદ સ્ટ્રીટ લાઈટો પણ બંધ શું આજ છે વિકાસ? પૂછે છે વલસાડ?
વલસાડ શહેરના મુખ્ય માર્ગ ઉપર મુખ્યમંત્રીના આગમન સમયે તંત્ર દ્વારા કરોડોનો ખર્ચો કરી રસ્તા તથા સરકારી કચેરીઓને શણગારવામાં આવી હતી.
અને વલસાડની પ્રજા મોટી સંખ્યામાં પોતાનાજ ટેક્સના પૈસાનો ધુમાડો જોવા ઉમટી પડી હતી..
પરંતુ પ્રજા આ વાતથી અજાણ છે કે આ ખર્ચો માત્ર મુખ્યમંત્રી માટેજ કરાયો હતો..
મુખ્યમંત્રીશ્રીના જવા બાદ વલસાડની પ્રજા માટે મુખ્ય માર્ગ પરની સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવાઈ..
રંગબેરંગી લાઈટોના વિડીયો બનાવી વાઈરલ કરનાર પ્રજા શું હવે વલસાડની વાસ્તવિકતા બતાવવા માટે જાગૃત થશે ખરી..?