તાપીમાં નિઝર તાલુકા પંચાયત ખાતે મેરી મીટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત છેલ્લો કાર્યક્રમ યોજાયો..

હિતેશ નાઇક, તાપી

નિઝર તાલુકા પંચાયત ખાતે મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો..
  તાલુકા વિકાસ અધિકારી સાથે મામલતદાર ના અધ્યક્ષસ્થા ને કાર્યક્રમ યોજાયો..
  મેરી મીટી મેરા દેશ અંતર્ગત નિઝર તાલુકા પંચાયત દ્રારા કાર્યક્રમ યોજાયો..
  વિર સહિધોની તકતી બનાવી શ્રધ્ધાનજલી અર્પણ કરાઇ..

તાપીમાં નિઝર તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ..

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ ભરમાં મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે નિઝર તાલુકા પંચાયત દ્રારા પણ છેલ્લો મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમા બાધકામ શાખાના કર્મચારીઓ ના સંયોગ થી આ કાર્યક્રમની તૈયારી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત દેશના સપોતોની તકતી બનાવી ભાવ પૂર્ણ શ્રધ્ધાજલી આપી પોલીસ વિભાગ,આર્મી,એસઆરપી,જેવા પદપરથી રિટાયર્ડ થઈ આવેલ જવાનોને સમ્માન કરી એવોર્ડ આપવામાં આવ્યો હતો સાથે સાથે મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત તાલુકા પંચાયત ખાતે અમૃત વાટીકામાં રૂક્ષા રોપણ કરવામાં આવ્યુ હતુ જેમા તાલુકા વિકાસ અધિકારી દિપેછકુમાર પટેલ, મામલતદાર ગુલાબસિગ વસાવા,તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન વસાવા,તાલુકા પ્રમુખ સુહાગભાઇ પાડવી,સંભ્ય મીનાબેન પાડવી,આરોગ્ય સમીતીના ચેરમેન સોનલબેન પાડવી સહિત તાલુકા પંચાયતના કર્મચારીઓ સાથે મોટી સંખ્યામા આગેવાન સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *