એહવાલ અનીસ શેખ

PRESS FREEDOM : ભારતમાં પત્રકારો પર હુમલા કેમ થઈ રહ્યા છે? દેશની ચોથી જાગીર શુ સુરક્ષિત નથી ?
લાત મારવાના લક્ષણો મનુષ્યના તો નથીજ?

વલસાડમાં કોંગ્રેસના કાર્યક્રમમાં મારામારીની ઘટના સામે આવી છે. કોંગ્રેસના કાર્યાલયમાં કાર્યક્રમના આમંત્રણ મામલે કાર્યકરો અને મીડિયા કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેણે બાદમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ કોંગ્રેસના એક કાર્યકરે પત્રકારને લાત પણ મારી હતી. કાર્યકર્તાઓ અને મીડિયા વચ્ચેની ઝપાઝપીની ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. વલસાડ ના પત્રકાર હેરત સિહ , અક્ષય કદમ, અને જાવેદ શેખ. સાથે ઘેર વર્તન કરતા કોન્ગ્રેસ પ્રમુખ દિનેશ ભાણા ના પુત્ર સામે વલસાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી

શું હતો સમગ્ર મામલો?
વલસાડમાં કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યાલય પર આમંત્રણ બાબતે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ભાણા સાથે વાતચીત કરતા પત્રકારો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પુત્ર તેમજ તેના સાથી મિત્રોએ પત્રકારો સાથે ગાળા ગાળી કરીને ધક્કા મૂકી કરી હતી. સાથે જ દાદાગીરી કરીને લાતો મારી હતી. આ બાદમાં ‘કાર્યક્રમનું કવરેજ ન કરશો તો પણ ચાલશે’ પણ કહ્યું હતું જેનો પત્રકારોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના જિલ્લા પ્રમૂખ ના આ વા વ્યવહાર થી આખા ગૂજરાત સહીત ભારત દેશના તમામ પત્રકારો લાગણી દુભાઈ હતી..વલસાડ જિલ્લા ના સિનિયર પત્રકારો સહીત અને ત્રણેય પત્રકાર એશોસિયેશન નાં પ્રમુખો ઉત્પલ ભાઈ દેસાઇ,હર્ષદ ભાઈ આહીર, ઈલ્યાસ ભાઈ, બ્રિજેશ ભાઈ શાહ સહીત સિનિયર પત્રકારો સહીત વલસાડ જિલ્લાના તમામ પત્રકારો પોલીસ સ્ટેશને પોહચી આવ્યાં હતા..

પોલીસે 2 લોકોની ધરપકડ કરી
પોલીસે 2 લોકોની ધરપકડ કરી
મામલો ગરમાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મારામારી કરનારા ૨ યુવકોને પકડીને હાલમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે બંનેવ લોકોની અટકાયત કરી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
