નારગોલ બીચ ખાતે મૃતક ડોલ્ફિન મળી આવતા લોક મુખે ચર્ચા ઉદ્યોગોની સિઇટીપી ની પાઇપલાઇન મારફતે છોડવામાં આવતા પ્રદૂષિત પાણી થી વારંવાર ડોલ્ફિન મરવાની ઘટના બની રહી હોવાનું સ્થાનિકોનું અનુમાન.

એહવાલ અનીસ શેખ

નારગોલના માલવણ બીજ ખાતે વધુ એક મૃત ડોલ્ફિન તણાય આવી


નારગોલના માલવણ બીજ ખાતે વધુ એક ડોલ્ફિન મૃત અવસ્થામાં ભરતીના પાણીમાં તણાઈ આવવાની ઘટના બની છે.

ઉમરગામ તાલુકાના નારગોલ ગામે માલવણ બીચ વિસ્તારમાં ઊંડા દરિયામાંથી અનેક વખત મૃત ડોલ્ફિન મળી આવવાની ઘટના સામે આવી છે. શનિવારના સવારે ભરતીના પાણી સાથે પાંચ ફૂટ લાંબી ડોલ્ફિન મૃત હાલતમાં સ્થાનિકોન જોવા મળતા ઘટના અંગેની જાણ ગામના સરપંચ સ્વીટીબેન યતીનભાઈ ભંડારીને કરી હતી. સરપંચે સામાજિક વન વિભાગના આર.એફ.ઓ અમિતભાઈ ટંડેલને જાણ કરતા સામાજિક વન વિભાગે મૃત ડોલ્ફિનનું વેટેનરી ડોક્ટર પાસે પી.એમ પ્રક્રિયા કરાવ્યા બાદ અમૃત ડોલ્ફિનને દફન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અવારનવાર ઉમરગામ તાલુકાના દરિયા કિનારે આ પ્રકારની મૃત ડોલ્ફિન મળવાની અનેક ઘટના સામે આવી રહી હોવાથી જીવ પ્રેમીઓમાં વધુ ચિંતા જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે સરીગામ સહિત અનેક ઔદ્યોગિક એકમો માંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી દરિયાની અંદર પાઇપલાઇન માધ્યમથી નિકાલ કરવામાં આવતો હોય છે. ભૂતકાળમાં કેમિકલ યુક્ત પાણીના કારણે વારંવાર દરિયાઈ જીવ સૃષ્ટિને અસર થવાની ઘટના બનતી હતી.
સરીગામ જેવા ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણીના નિકાલ પહેલા સીઈપીટી પ્લાન્ટમાં ફિલ્ટર કરી છોડવાની પ્રક્રિયા કરવામાં આવે છે. જે પાણી તડગામના દરિયાની અંદર પાઇપલાઇનના માધ્યમથી છોડવામાં આવે છે. તાજેતરમાં દરિયા કિનારે કેમિકલ પાઇપલાઇન તૂટેલી સ્થિતિમાં જોવા મળે છે. પાણી છોડવા પહેલા થતી ફિલ્ટર પ્રક્રિયા સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આવા સમયે ઉમરગામ તાલુકાના ગામોના દરિયા કિનારે અનેક વખત મૃત ડોલ્ફિન મળી આવવાની ઘટના ચિંતાનો વિષય બન્યો છે. શું ડોલ્ફિન મારવાનું કારણ ઝેરી કેમિકલ યુક્ત પાણી તો નથી ને ? તે દિશામાં ગુજરાત પોલીસ એન્ડ કંટ્રોલ બોર્ડ યોગ્ય તપાસ કરે તે જરૂરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *