ઉમરગામ ના સંજાણ નો શરપા કાર બ્રિજ ખુલ્લો મુકવામાં આવે તો સાંસદ કેસી પટેલ કે ધારાસભ્ય રમણ ભાઇ પાટકર બાહેધરી આપશે ખરા?

જો બ્રિજ અવર જવર કરવા ખુલ્લો મૂક્યા પછી કોઇ મોટી હોનારત સર્જાય તો જીમેદારી કોની ? આં બ્રિજ ને ૫ થી ૧૦ વર્શ સૂધી કંઈ નહિથાય તેની જીમેદારી સાંસદ કે પછી આ બ્રિજને ફાઇનલ રીપોર્ટ આપનાર અઘિકારીઓ કે ટેસ્ટીગ એજન્સી દ્વારા કોણ આપશે આની બાહેધરી ?

વિગતવાર વાત કરીએ તો વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકા મા આવેલા ઐતિહાસીક નામનાં ધરાવતા એવા સંજાણ ગામે રેલ્વે ઓવર બ્રિજ બનાવામાં આવ્યો હતો પરંતુ બદનસીબે બ્રિજ પર અવર જવર શરૂ થતાંજ બ્રિજ પર નો ડામર દબિગયો હતો અને બ્રીજની નિચે પોપડા પડીગયા હતા જેથી ભ્રષ્ટાચાર ની પોલ ખુલી જવા પામી હતી …
આં બનાવ બન્યા બાદ ઉમરગામ તાલુકા ના ધારાસભ્ય રમણ ભાઈ પાટકર તેમની ટીમ સાથે બ્રીજની હાલ ચાલ જૉવા અવ્યા હતા તે સમયે બ્રિજ ઉપર જરાક જરાક ત્રિકમ મારીને જોતા બ્રીજની આરોપાર ગાબડાં પડીજતાં જૉવા મળ્યાં હતા જેનો વીડિયો જનતા એ ખૂબ વાયરલ કર્યો હતો અને એજન્સી દ્વારા તાત્કાલીક જ્યાં ગાબડું પડતાં ડામર બેસિગયેલો જેટલો પણ ભાગ હતો તે આખો એક ચોરસ ભાગ રીપેરીંગ કરવાનો શરૂ કરવાંમા આવેલો ત્યાર બાદ અઘિકારીઓ એ તપાસ કરતા બ્રિજ મા જ્યાં જ્યાં ખામીઓ જૉવા મળી ત્યાં ત્યાં બ્રીજમાં મરામત નુ કામ કરવામાં આવ્યું અને હાલ પણ જ્યારે હું આં સ્ટોરી લખું છું ત્યારે પણ કામ ચાલુ છે

બ્રીજની મરામત ની કામ ગિરિ

બ્રિજમાં જ્યારે પોપડા પડિગયા અને આર પાર ગાબડું પડીજવા જેવી સ્થિતી સામે આવિ ત્યારે બ્રિજ ની મરામત ની કામ ગિરી શરૂ કરવામાં આવી હતી અને જ્યા જ્યા ખામીઓ દેખાય ત્યા ત્યા રીવર્ક કરવામા આવ્યું અને હમણાં થોડાક દિવસો પેહલા સંજાણ ફટાક બાજુના ભાગેથી બ્રિજ ચડતા ની દીવાર મા લગાવેલા ચોસલાં ( બ્લૉક) ઉપસી ને થોડાક થોડાક બહાર નીકળી અવ્યા હતા જે એહવાલ મિડિયામાં ચાલતા અઘિકારીઓ દોડતા થયા હતા આં બરીજમાં છેલ્લા ૬૦ દિવસ કરતા પણ વધુના સમય ગળાથી બ્રીજનુ રિપેરિંગ કામ ચાલે છે અને થોડાક દિવસોમાં બ્રિજ ફરી લોકો ની અવર જવર કરવા માંટે શરૂ કરવામાં આવશે તેવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે

બ્રિજ પર અવર જવર શરૂ થાય તો બ્રિજને ૫ થી ૧૦ વર્જિષ સૂધી કંઈ નહીં થાય તેની મેદારી કોણ આપશે?

આટલા દિવસથી બ્રીજનું રિપેરિંગ કામ શરૂ છે તેમ છતાં રોજે રોજ બ્રીજમા કંઈ ને કંઈ ખામીઓ સામે અવતી રહે છે જો કોઇ ટેકનિકલ રોડ કે બીજના નિયમો વિશે જાણતો હોય તે વ્યક્તિ આ બ્રિજ ના ઉપર જઇને ખાલી બ્રીજની સ્થિતી નિહાળે તો ખબર પડે કે બ્રીજની હાલત શું છે? બ્રિજ એક બાજુ ઊંચો અને એક તરફ નીચો તે પ્રમાણે દેખાય છે અને જ્યાંથી બીજ નિચે બાજૂ ઉતરતા બ્રિજ મા વચ્ચે થી તિરાડો પડેલી જૉવા મળે છે અને સાઈડ મા થી બ્રિજ બેસી ગયો હોય તે સ્પષ્ટ પણે જોઈ શકાય છે જેને લીધે બ્રિજ માથી ચોસલાં ઉપસીને (બ્લૉક) બહાર આવી ગયાં હતા જેથી અઘિકારીઓ એ તાત્કાલીક ટીમ બોલાવી રિપેરિંગ કામ શરૂ કરીદેવામાં આવ્યું હતું. એન્જીનીયર પાસે થી જાણવા મળ્યું હતુ je થોડાક દિવસોમાં બ્રિજ શરૂ કરીદેવામાં આવશે પરંતુ શું બ્રિજ ની ગેરંટી સાંસદ કે ધરાસભ્ય લેશે ખરા? અને શરૂ કર્યા બાદ તપાસ કરનાર એજન્સી કે ફાઇનલ રીપોર્ટ આપનાર અઘિકારીઓ આ બ્રિજને ૫ થી ૧૦ વર્ષ સુધી કંઈ નહિ થાય તેની બાહેધરી આપશે ખરા? સંજાણ ની જનતા મા ઉભાથતા સવાલો?
હજુ બ્રિજ ના ડામર નુ સમારકામ પૂર્ણ નથી થયું એક પણ વાહન છેલ્લા ૨ મહીના થી બ્રિજ ઉપર થઈ ને ચાલ્યું પણ નથી તેમ છતાં બ્રીજના ચોસલા ( બલોક) કઈ રીતે બહાર આવી ગયાં? આં ઘટના બાદ સાબિત થાય છે કે આં કોન્ટ્રાક્ટરે કામ મા કેટલી વેઠ વાળી હશે!! જેને પણ આં બ્રીજની કામ ગિરિ નો કોન્ટ્રાક્ટ લિધો હોય તેને ૫ વર્ષ સુધી બાકીનું બીલ ચૂકવ વામા નાં આવે તેવી સંજાણ ના લોકો ની માંગ છે…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *