ઝાલોદ તાલુકાના કદવાલગામ થી બોગસ તબિબ ઝડપાતા ઝોલા છાપ ડોક્ટરો મા ફફડાટ

એહવાલ મહેશ ભાઇ ડામોર ( દાહોદ )

ઝાલોદ તાલુકાના કદવાલગામના તળ ફળિયામાથી નકલી ડોક્ટર ઝડપાયો,દાહોદ જીલ્લાના ઉચ્ચકક્ષાના તમામ પોલીસ અધિકારીઓની સુચનાને ધ્યાનમા લઇ જીલ્લાના તાલુકાની પોલીસે તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય તેવા લોકો પર રોક લગાવામા આવે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકો પર કાયદેસર કાર્યવાહી કરવા SOG ટીમને જરુર સુચન તેમજ માહિતી પુર્ણ કરેલ હોવાથી

અનુસંધાન SOG પો.ઈન્સ્પેક્ટર,શ્રી એસ,એમ ગામેતીના માર્ગદર્શન હેઢળ SOG ટીમ જીલ્લામા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય,તેવા તમામ ઇસમોની માહિતી એકત્રિત કરવા
વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી.અંતર્ગત SOG પો.ઇન્સ્પેક્ટરશ્રીની સુચના મુજબ SOG ટીમ દાહોદ જીલ્લામા તે દરમિયાન અ.હે.કો.ગણપતભાઇ મીઠલભાઇ બ.ના.૧૧૩૫ તેઓના અંગતબાતમી દ્વારા બાતમી મળેલ હતી કે
ઝાલોદ પોલીસસ્ટેશન વિસ્તારની હદમા કદવાલ ગામમા તળ ફળિયામા રેહતા રમણભાઇ રપાભાઇ જાતે મેશન રહે કદવાલ તળ ફળિયુ તા,ઝાલોદ જી, દાહોદના મકાનમા નકલી તબીબ પ્રમાણિત ડિગ્રીવગર તેમજ કોઈ પણ સરકારમાન્ય માન્યતા મેળવ્યા વગર એક ઇસમના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોય તેમજ લોકોની સારવાર કરતો હોય તેવી બાતમી મળતા જ તાત્કાલિક ધોરણે SOG દાહોદની ટીમે રેડ પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હતી,
જેમા,નકલી તબીબ તરીકે ફરજ બજાવતાની ઓળખ,
બાસુદેવ કુમુદભાઇ જાતે બિસ્વાસ, રહે કદવાલ તળ ફળિયુ ઝાલોદ જી દાહોદનાઓ,મુળ વતન રહે,માગપુર તા,હરીંગાડા જી,નૌદીયા વેસ્ટ બંગાલ (કલકત્તા)ને અટક કરી કિંમત રુ,૭૫,૯૬૦/ની જુદા જુદા પ્રકારની દવાઓ, ઈન્જેક્શન,બોટલો તેમજ મેડીકલ સામગ્રી જપ્ત કરવા આવી હતી તેમજ લોકોના સ્વાસ્થય સાથે ચેંડા કરી તે બદલ આઇ,પી,સી તથા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એકટ ૧૯૬૩ કાયદેસર કાર્યવાહી કરવા સારુ ચાકલીયા પો.સ્ટેશન ગુનો રજીસ્ટર કરાવેલ છે

પકડાયેલ નકલી તબીબ આરોપીની ઓળખ,
બાસુદેવ કુમુદભાઇ જાતે બિસ્વાસ, રહે કદવાલ તળ ફળિયુ ઝાલોદ જી દાહોદનાઓ,મુળ વતન રહે,માગપુર તા,હરીંગાડા જી,નૌદીયા વેસ્ટ બંગાલ (કલકત્તા)ને અટક કરી

કામગીરી કરનાર ટીમ,
(૧) શ્રી એસ.એમ.ગામેતી પોલીસ ઇન્સસ્પેકટર (૨) બ.નાં. ૭૬૦(૨)અ.હે.કો.સુનિલકુમાર મથુરભાઇ (૩) અ.હે.કો. ગણપતભાઇ મીઠલુભાઇ બ.ન.૧૨૯૭ ( ૪ ) અ.પો.કો. પ્રદીપભાઇ ભીખુભાઇ બ.ન. ૧૧૯૮ ( ૫ ) બ.નાં.૨૫૪ આમ , અ.પો.કો. દિવાનભાઇ જામશસિંગભાઇ બ.નાં.૧૧૭૦ (૬) ડા્.એ.એસ.આઇ. સલીમદ્દીન અજમુદીન પો.સ્ટે. શવસ્તારના કદવાળ ગામના તળ ફળીયામાાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને મેડીકલને લગતી સાધન સામગ્રી તથા મેડીસીન (દવાઓ) ઓના કુલ રા. ૭૫ , ૯ ૬૦ /ના મદ્દામાલ સાથ છે. ઝડપી પાડવામાાં સફળતા મળેલ.પ્રતિનિધિ મહેશ ડામોર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *