વલસાડ જિલ્લા ના પત્રકારો મા ભારે આક્રોશ કોંગ્રેસ નુ પત્રકારો સાથે નુ આવું વલણ જરાપણ ચલાવી નહીં લેવાય વલસાડ જિલ્લા ના પત્રકારો એક મંચ પર. જરૂર પડશે તો ગુજરાત ભરના પત્રકારો ના સંગઠનો સાથ સહકાર માંટે તત્પર,

એહવાલ અનીસ શેખ

વલસાડ જિલ્લા ના વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી તથા ઉમરગામ સહિત તમામ તાલુકા ના પત્રકારો ની બેઠક નુ થયું આયોજન

વલસાડ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ના બન્ને પુત્રો એ પત્રકારો વિરુદ્ધમાં કરેલા વ્યવહાર ને ચલાવી નહિ લેવાય

જો કોંગ્રેસ પ્રમૂખ ના પૂત્ર અને પ્રમુખ માફી નહી માંગે તો જિલ્લાના તમામ પત્રકારો મહારેલી યોજી કલેકટર ઓફીસે પ્રતીક ઉપવાસ સાથે ધરણાં ની વિચારણા

દેશના ચોથા સ્થંભ નો અવાજ દબાવી દેવાની કોસિશ કોઇપણ પાર્ટી કે રાજકારણી કરશે તે ચલાવી નહીં લેવાય તમામ પત્રકારો એક મંચ પર

જરૂર પડશે તો ગુજરાત ભરના પત્રકારો ના સંગઠનો સાથ સહકાર માંટે તત્પર,

વિગતવાર વાત કરીએ તો બે દીવસ અગાઊ કૉંગ્રેસ ના કાર્યક્રમ મા વલસાડ ના રીજનલ ચેનલ ના પત્રકારો ને લાતો મારી ગાળો આપવાનો જે બનાવ બન્યો હતો તે બાદ વલસાડ પોલિસ મથકે પત્રકારો દ્વારા ફરિયાદ કરતા વલસાડ કૉંગ્રેસ પ્રમુખ ના બંને પુત્રો ની વલસાડ પોલિસે  ધરપકડ કરી કાયદાકીય પગલા ભર્યા હતા.

જે બાદ પણ કૉંગ્રેસ પ્રમુખે તેમની ભૂલ સ્વીકારવા નાં બદલે આક્રોશમા આવી પત્રકારો ને ફસાવવા પાયા વિહોણા મુદ્દાઓ ઉભા કરીને પોલીસ ફરિયાદ કરવાની વાતો ચર્ચાતા આજ રોજ વલસાડ જિલ્લા ના તમામ પત્રકારો એકત્રિત થયા હતા જેમા વલસાડ, કપરાડા, પારડી, ધરમપુર, વાપી, અને ઉમરગામ સહીત ના નેશનલ, રીઝનલ, અને વિકલી અને દૈનીક ન્યૂઝ પેપર ના તમામ પત્રકારો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા અને વલસાડ જિલ્લા ના પત્રકારો એકત્રિત તમામ પત્રકારો નું મંતવ્ય જાણ્યું હતુ
જેમાં દરેકે પત્રકારે એકજ વાત કરી હતી કે આ બાબત કોઇપણ રિતે ચલાવી લેવામાં આવશે નહીં આજે કોંગ્રેસ દ્વારા જે કરવમાં આવ્યું કાલે બીજી કોઇ પાર્ટી કે અન્ય કોઇ વર્ગ દ્વારા આવું કરવામાં આવશે જેથી આ બાબતને ખૂબજ ગંભીર ગણી ને વલસાડ કૉંગ્રેસ પ્રમુખના પુત્રો નાં વ્યવહાર સામે આક્રોશ વ્યકત કરી જો પ્રમુખ સહીત તેમના બંને પુત્રો માફી નહીં માંગે તો પત્રકારો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરી કલેકટર કચેરીએ પ્રતીક ઉપવાસ કરી ધરણાં પ્રદર્શન ની પણ તૈયારી કરી છે.

જોકે આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ ટેલીફોનિક બાંહેધરી આપી છે બે દિવસમાં વલસાડ કોંગ્રેસના નેતાઓ પત્રકારો સાથે બેસી સમગ્ર ઘટનાનું નિરાકરણ લાવશે જોકે એ પ્રકારનું કોઈ પણ વાતચીત આવનારા બે દિવસમાં ન થાય તો પત્રકારોએ લડી લેવાનો મૂડ બનાવી લીધો છે જે બાબતે ગુજરાત ભરના તમામ પત્રકારો ના સંગઠનો નો એકજૂથ થઈ આ બાબતમાં સાથ સહકાર મળી રહ્યો છે..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *