વાપીમાં પુત્રી પર 6 વર્ષથી દુષ્કર્મ આચરનાર પિતા સામે ફરિયાદ બાદ ધરપકડ.. સમગ્ર પંથકના લોકો હવસખોર પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.

પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વાપી ટાઉનમાં સામે આવ્યો છે.

વાપી ટાઉન પોલીસમાં એક પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પિતા તેના પર છેલ્લા 6 વર્ષથી દુષ્કર્મ આચરી રહ્યો છે. આ ફરિયાદ આધારે વાપી ટાઉન પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાપીમાં એક સાધન સંપન્ન અને એજ્યુકેટેડ ફેમિલી ધરાવતા પિતા જ પોતાની સગ્ગી દીકરી પર 6 વર્ષથી દુષ્કર્મ અચરતો આવ્યો હોવાની ફરિયાદ વાપી ટાઉનમાં નોંધાઇ છે. પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યા બાદ વાપી ટાઉન પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. ભોગ બનનાર પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી.

વલસાડ ઍસપી ડો. કરણ રાજ વાઘેલા એ શુ કહ્યુ?

જિલ્લા પોલીસવડાએ આ દુષ્કર્મ કેસ અંગે જણાવ્યું હતું કે, વાપી ટાઉનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. જેમાં આરોપી પીડિતાનો પિતા છે. પીડિતા જ્યારે બાર વર્ષની હતી ત્યારથી તેમનો પિતા તેની સાથે શારીરિક દુષ્કર્મ આચરતો હતો. અને તેનું શોષણ કરતો હતો.

સમગ્ર ઘટના અંગે પીડીતા એ પોતાની માતાને હકીકત કહેતા પીડીતાની માતા અને ભાઈએ પોલીસ સ્ટેશનમાં આવી પિતા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. વાપી ટાઉન પોલીસે પણ ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી વિરુદ્ધ પોકસો અને રેપ કેસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મના આ કેસમાં ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી છે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પિતાની હવસનો શિકાર બનતી આવેલી પીડિત દીકરી હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. તેમનો પિતા એક ફેક્ટરી નો માલિક છે. દીકરી 13 વર્ષની હતી ત્યારથી તેમનો પિતા તેમની સાથે દુષ્કર્મ આચરતો આવ્યો છે. આખરે હિંમત એકઠી કરીને દીકરીએ માતાને વાત કરતા માતા સમગ્ર હકીકતથી ધ્રુજી ઉઠી હતી. દીકરી સાથે તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા હવસખોર પિતા સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈ સમગ્ર પંથકના લોકો હવસખોર પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *