ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન સંચાલિત જાયન્ટ્સ મોડાસા અને નાથાવાસ પ્રાથમિક શાળા નં-1 માં શાળા દ્વારા ગાયત્રી યજ્ઞ,નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જાયન્ટ્સ મોડાસા દ્વારા આમંત્રિત મહેમાનો તેમજ બાળકોને પ્રસાદમાં ફ્રુટ ,વિતરણ કરવામાં આવ્યું તેમજ રક્ષાબંધન નિમિત્તે શાળામાં બાળકીઓ દ્વારા દરેક બાળકોને રાખડી ,બાંધવામાં આવી અને ચોકલેટ ,મીઠું મોં કરાવવામાં માં આવ્યું તેમજ શાળાના શિક્ષિકા બહેનો દ્વારા શાળાના શિક્ષક ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યું અને શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ ,કરવામાં આવ્યું આમ શ્રાવણ માસના પવિત્ર મહિનામાં શાળા માં ગાયત્રી યજ્ઞ સાથે વિવિધ પ્રવૃત્તિ થી દરેક પાવન અને પવિત્ર થયા ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત વ્યસનથી થતા નુકસાન ની વિસ્તૃત માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ પ્રવીણ પરમાર જાયન્ટ્સ મોડાસા દ્વારા યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં જાયન્ટ્સ મોડાસા સહિયર પ્રમુખ બકુલાબેન વાઘેલા,જીવ દયા પ્રેમી નિલેશ જોશી પત્રકાર વિનોદભાઈ ભાવસાર ગામના સરપંચ શ્રી આગેવાનો શાળા સ્ટાફ પરિવાર ગાયત્રી પરિવાર મોડાસા અને જાયન્ટ્સ પરિવાર મોડાસા દરેક સભ્યો હાજર રહ્યા હતા

