પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતિ મૂજબ રાજીવ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ના ગોડાઉન ની બહાર ઉભેલા કન્ટેનર નો દરવાજો બંધ કરવા જતા નિર્મલ કુમાર યોગેન્દ્ર નુ મોત નિપજ્યું
વિગતવાર વાત કરીએ તો ઉમરગામ જીઆઈડીસી મા આવેલી રાજીવ પ્લાસ્ટિક કમ્પની ના ગોડાઉન ની નજીક મા ખુલ્લુ પ્રોટેક્શન વગર નુ ટ્રાન્સફોર્મર આવેલુ છે જે ની ફરતે કોઈ પણ જાતની પ્રોટેક્શન માટેની જાળી નથી અને કમ્પની સંચાલકોએ પોતાનાં માલ સમાન ને કમ્પની ના અંદર ટેમ્પો લઇજઇ ને ભરવાનો હોય છે પરંતુ અહી ગેટની બહાર ટ્રેલર રાખીને ભરતા હોય છે. તેવુ જાણવા મળ્યું હતું આજુ બાજુના જો સિસિટીવી કેમેરા ચેક કરવમાં આવે તો મોટો ખુલાસો આ બાબતે થવાની શક્યતા છે
કમ્પની ના માણસે પોલીસ ફરિયાદ મા લખાવ્યું છે કે કમ્પની ના ગોડાઉન ની બહાર માલભરીને કન્ટેનર ઊભેલું હતું પરંતુ કન્ટેનર ક્યાંથી ભરાયુ? અને dgvcl નાં કર્મચારીઓ એ ફરતે જાળી કે પ્રોટેક્શન માટે ની અન્ય સુવિધા કેમ્ નથી કરી? આં જે આ વ્યકિત એ જીવ ગુમાવ્યો છે તેના જીમેદાર કોને ગણવા? ઉમરગામ નોટીફાઇડ ના કર્મચારીઓ આં બાબતે કમ્પની સામેં શું કાર્યવાહી કરશે? જે વ્યકિત નુ મૃત્યુ થયું છે તે પરપ્રાંતી છે ટ્રાન્સપોર્ટ કે કમ્પની ઇનસ્યોરન્સ પાસ કરાવી ને મૃતક ના પરીવાર ને અમુક રકમ આપીને શાંત પાડી દેશે પરન્તુ કાયમી માટે આં સમસ્યા નુ નિરાકરણ ક્યારે આવશે? આજની ઘટના મા જ્યાં કન્ટેનર ઊભેલું હતું તેની આજુબાજુ નાં સીસી ટીવી ચેક કરવમાં આવે અને તેજ જગ્યાં પર ૧ મહીના થી કેટલી વાર માલ સામાન ભરવામાં આવે છે તે તપાસ થાય તેપણ જરૂરિ .. વધું માહીતિ મળતા આપના સમકક્ષ રજુ કરવામાં આવશે