એહવાલ અનીસ શેખ
જ્યારે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની લિમિટેડ મા ફેરવાય છે ત્યારે તે પેહલા ઘણા ગવરર્મેન્ટ રુલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના હૉય છે અને ઘણી બધી સરકારી ઓડિટ પણ થતી હોય છે જે ઓડિટ પણ પાસ કરવાની હોય છે ..ત્યારે લિમીટેડ નુ લેબલ મળે છે અને કમ્પની શેર માર્કેટમાં આવે છે અને હજારો લોકો સરકાર અને કમ્પની ના ભરોસે INVESTMENT કરે છે.. પરન્તુ સર્વાઇવલ કમ્પની છેલ્લા 2 થી 3 વર્ષ મા ૩ થી 4 વાર પર્યાવરણને નુકશાન કરતા અને સેફ્ટી મા બેદરકારિ રાખતા ક્લોઝર આપવામાં આવ્યું હતુ. વેસ્ટેજ જ્વલન શિલ ડ્રમ કમ્પની ની પ્રીમાઇસિસ માં દાટી દેવાના કાંડ પણ આ કમ્પની દ્વારા કરવામાં આવ્યાં હોવાના એહવાલો મળ્યા હતાં…
સર્વાઇવલ ટેકનો કમ્પની ને અંકલેશ્વર મા મળેલ ક્લોઝર
સર્વાઇવલ કમ્પની ની વાત કરીએ તો અંકલેશ્વર ના યુનિટ માં વેસ્ટ કેમિકલ નો સંગ્રહ કરી રાખતા 2ડિસેમ્બર 2019 નાં સોમવાર ના રોજ ગુજરાત સમાચાર ના એહવાલ મા પ્રસારીત કરવમાં આવ્યું હતું તેમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી અને સર્વાઇવલ ટેકનો કમ્પની ને દંડ ફટકારી સંગ્રહ કરેલા ગોડાઉન ને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી,, ત્યાર બાદ
19 ડિસેમ્બરે . :સરીગામની સર્વાઇવલ કંપનીને ક્લોઝર, 50 લાખ ભરવા તાકીદ
જમીનમાં જોખમી કેમિકલ વેસ્ટ દાટેલું મળી આવ્યું હતું
સરીગામ જીઆઇડીસીમાં આવેલી સર્વાઇવલ કંપની પરિસરમાંથી જીપીસીબી 19 ડિસેમ્બરે ખોદકામ કરી જમીનમાં દાટેલા ઝેરી કેમિકલના ડ્રમ શોધી કાઢ્યા હતા.જે અંગેનો રિપોર્ટ વડી કચેરીને કરતા, જીપીસીબીની ગાંધીનગર વડી કચેરીએ સર્વાઇવલ કંપનીને ક્લોઝર ફટકારી તાત્કાલિક અસરથી પાણી અને વીજ જોડાણ કાપી નાખવા આદેશ કર્યો છે. ત્યાર બાદ સરીગામ જીઆઇડીસીના બાયપાસ રોડ નજીક પ્લોટ નં. 1013, 1015, 1017, 1114, 1120 અને 1118માં ફાર્મા ઇન્ટર મીડિયેટનું ઉત્પાદન કરતી સર્વાઇવલ ટેક્નોલોજી પ્રા.લીમીટેડ નામની કંપનીએ જીપીસીબીના નીતિ નિયમને દફનાવી માનવ જીવન જોખમાય તેવી પ્રવુત્તી કરી હાનિકારક કેમિલક વેસ્ટ જમીનમાં દાટી તેનો નિકાલ કરાતો હતો.જે અંગે સરીગામના જાગૃત નાગરિક અને પંચાયત સભ્ય ડો.નીરવ શાહે જીપીસીબીને લેખિત રજુઆત કરી ધ્યાન દોર્યુ હતુ જે બાદ 19 ડિસેમ્બર 2020ના રોજ સરીગામ જીપીસીબીના અધિકારી રાજેશ મહેતાની હાજરીમાં કંપની પરિસરમાં ખોદકામ કરતા જમીનમાં દાટેલા 200 લીટરના ત્રણ ડ્રમ મળી આવ્યા હતા. ખોદકામમાં દાટેલા ડ્રમ ધડાકાભેર ફાટતા ડ્રમમાંથી ઝેરી ધુમાડો બહાર આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા તો સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો હતો. સરીગામ જીપીસીબીની પ્રાદેશિક કચેરીએ ઉપરોક્ત બાબતે વડી કચેરી ગાંધીનગરને રિપોર્ટ કરતા સર્વાઇવલ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી તાત્કાલિક અસરથી પાણી અને વીજ જોડાણ કાપી નાંખવા જણાવ્યું હતું. કંપનીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડ લાઈન મુજબ અંદાજીત રૂ 50 લાખની ઈડીસી ભરવા જણાવ્યું છે. આ એહવાલ ૩ વર્શ પેહલા ભાસ્કર મા પ્રકાશિત કરવમાં આવ્યો હતો
ત્યારબાદ 30 ઓગસ્ટ બે વર્ષ પહેલાં
સરીગામ સર્વાઇવલ કમ્પની ને સેફટી ઓફિસર તરફથી ક્લોઝર
વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં આવેલી સર્વાઇવલ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. અચાનક બ્લાસ્ટ થતા આજુબાજુની કંપનીઓમાંથી કામદારો દોડી આવ્યા હતા. સર્વાઇવલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 5 કામદારો ઘાયલ થયા હતા. જ્યારે 1 કામદારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ભીલાડ પોલીસ, સરીગામ જીપીસીપી અધિકારી, ફેક્ટરી ઇન્સપેક્ટર, નાયબ મામલતદાર અને ફોરેન્સિક ટીમની ઉપસ્થિત વચ્ચે વિડીયો શુટિંગ કરી લાશને નીચે ઉતારી ભીલાડ સીએચસીમાં પીએમ કરી પરિવારને સોંપાતા લાશ લઇ 30 ઓગસ્ટે રાત્રે વતન મધ્યપ્રદેશ રવાના થયા હતા. સેફટી ઓફિસર તરફથી કંપનીને ક્લોઝર નોટિસ આપવામા આવી હોવાનું જાણવા મળ્યું છે. જે બાબત નો એહવાલ ભાસ્કર ન્યુઝ મા પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો..
સર્વાઇવલ સરીગામ યુનિટ મા 6/8/2023 નાં રોજ ગેશળતર થતા વાતાવરણ મા પીળાશ પડતો વાયુ જોવાતા ગભરાટ ફેલાયો હતો..
ત્યાર બાદ તત્કાલ થોડાક દિવસો પેહલા તારિક 6/8/2023 નાં ઓગસ્ટ મહિના મા સર્વાઈવલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ઉદ્યોગમા ગેસ ગળતર ની ઘટના અંગે સંદેશ ન્યૂઝ પેપર મા એહવાલ પ્રસારીત કરવમાં આવ્યો હતો.
સરીગામ ઔદ્યોગિક વસાહતના એક ઉદ્યોગમાં રવિવારે કન્ડેન્સર ફાટતા ઝેરી રસાયણિક ફેલાતા વિસ્તારના કામદારોને અસર થઈ હતી. આ ઘટનામાં કામદારો એ જીવ બચાવવા ભાગદોડ મચાવી દીધી હતી.
સરીગામ ઔદ્યોગિક વસાહતના પ્લોટ નંબર ૧૦૧૩ થી ૧૧૨૦ માં કાર્યરત સર્વાઈવલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ઉદ્યોગ દ્વારા ફાર્માસ્યુટિકલ ઇન્ટરમિડીયેટરનુ ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉદ્યોગમા રવિવારે સાડા અગિયાર કલાક ની આસપાસ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અચાનક કન્ડેન્સરમાં તાપમાન અંકુશ બહાર નીકળી જતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ ખુબ જ તીવ્રતાથી થયો હતો. તેમજ બ્લાસ્ટ બાદ અચાનક ઝેરી રસાયણિક ગેસનું ગળતર શરૂ થયું હતું. જેથી ઉદ્યોગ પરિસર અને આજુબાજુના ઉદ્યોગમાં કામ કરતાં કામદારો ડરી ગયા હતા. ઝેરી રસાયણિક ગેસનું ગળતર શરૂ થતા કામદારોને ખાંસી, ઉધરસ, આંખ-છાતીમાં બળતરા થવા લાગી હતી.
જેથી આ કામદારોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. આ ઘટના બાદ કર્મચારી બ્રિજેશ મિશ્રાએ આ સમગ્ર મામલાને દબાવવા માટે ઉદ્યોગ પરિસરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમીયાન ભીલાડ પોલિશને આ ઘટનાની જાણ થતાં તપાસ કરવા ત્યાં પહોંચી હતી. પરંતુ કર્મચારીઓએ કોઈ ઘટના ન બની હોવાનું અને કોઇ જાનહાનિ ન થઈ હોવાનું જણાવી ભીલાડ પોલિશ ને રવાના કરી દીધી હતી. જ્યારે બીજી તરફે આ ઘટનામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સરીગામ દ્વારા તપાસ કરાતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે કન્ડેન્સર ફાટી જતા કામદારોમાં ભાગદોડ મચી હતી. જે બાબતે સંદેશ ન્યૂઝ પેપર મા 7/8/2023 નાં રોજ એહવાલ પ્રકાશિત કરવમાં અવ્યો હતો..
રવિવારે થયેલા ગેસ ગળતર ના વિડિયો પણ સરીગામ પંથક મા અમુક લોકો જોડે જૉવા મળ્યાં હતાં એ બાબતે કંઇપણ જાણકારી મળતાં અમારા નેક્ષ્ટ એહવાલ મા રજુકરવામાં આવશે
છેલ્લા ૨ થી ૩ વષૅ મા ૪ થી ૫ વાર વિવાદ મા આવેલી સર્વાઇવલ કમ્પની ને SEBI દ્વારા પ્રાઈવેટ લિમીટેડ મા ફેરવી નાખતા ઇન્વેસ્ટમેન્ટ કરનારા કોના ભરોસે? શુ ઓડિટ કરતા અઘિકારીઓ આ બાબત થી અજાણ હતા? સર્વાઇવલ કમ્પની ના ઇન્વેસ્ટરો શું આબાબત થી અજાણ છે? લિમીટેડ મા ફેરવાય ત્યારે હજારો લોકો કમ્પની અને સરકારના ના ભરોસે પોતાનાં કરોડો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે.!!