મેકલોડ ફાર્મા સરીગામ યુનિટ મા રાજેન્દ્ર કુમાર ના મ્રુત્યુ ની બાબતે તપાસ કરતાં તેમનું હાર્ટ અટેક થી મૃત્યુ થયાનું સામે આવ્યું.. તે પછી બીમાર વ્યકિત ને પેહલેથી જ મિરકી(ખેંચ ) ની બીમારી હતી( સૂત્રો ) હાલ માં તે સંપૂર્ણ પણે સ્વસ્થ

એહવાલ અનીસશેખ

નાઇટ્રોજન લાગવા થી મ્રુત્યુ થયુ હોવાની વાતો તદ્દન પાયા વિહોણી સાબિત થઇ..!! પીએમ રિપોર્ટ મા અને પોલીસ ના જણાવ્યાં પ્રમાણે હાર્ટ અટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યું !!

ગતરોજ મેકલોડ ફાર્મા કમ્પની બાબતે ઘણા બધા સવાલો સાથે અમારી ગુજરાત કારોબાર ન્યૂઝ પોર્ટલ પર સમાચાર અપલોડ કરવમાં આવ્યાં હતા જે બાબતે આજ રોજ તા 5/9/2023 નાં અમારી ગુજરાત કારોબાર ની ટીમે વધું તપાસ કરતા સાચી હકીકત સામે આવી જે નિચે મુજબ હતી..

સરીગામ જીઆઈડીસી મા આવેલી મેકલોડ ફાર્મા કમ્પની મા 30/8/2023 ના રોજ કામ પર ગયેલા રાજેન્દ્ર કુમાર ની રાત્રિ ના 8 થી 9 વાગ્યા ના સમયે શરીરમાં બેચેની અને ગભરાટ થતા અને હ્યદય પર હલકો દુખાવો થતાં તેની તબિયત લથડતા તાત્કાલીક કામદાર ને મેકલોડ ફાર્મા ની એમબ્યુંલન્સ માં બેસાડી વાપી હરિયા હોસ્પીટલ મા લઇજવામાં અવ્યો હતો.. જ્યા ડોક્ટરે તપાસ કરતાં તેને મૃતક જાહેર કરવામા અવ્યો હતો અને તેનું વાપી ની સરકારિ હોસ્પીટલ માં પીએમ કરવામાં આવ્યું હતું પીએમ રીપોર્ટ મા જણાવ્યાં પ્રમાણે હ્યદય બંધ થઇ જતા ( હાર્ટ એટેક ) થી મૃત્યું થયુ હોવાનું બહાર આવ્યું હતું… કામદાર પર પ્રાંતી હતો અને તેના પરીવાર નુ કોઈ સભ્ય અહી ના હોવાથી કમ્પની ના સ્ટાફ દ્વારા તમામ મદદ પૂરી પાડવામાં આવી મૃતક રાજેન્દ્ર કોન્ટ્રાકટ પર કામ કરતો હોવા છતાં અને હજૂ કમ્પની મા કામ પર લાગીને 4 થી 5 જ દિવસ થયા હતાં તેમ છતાં કમ્પની દ્વારા ખડે પગે રહી મૃતક ના શરીર નુ પોસ્મોટમ કરાવી નિયમ બધ્ધ પોલીસ મા સંપૂર્ણ બાબતે જાણ કરી અને મૃતક ના શવ ને તેના વતને મોકલવાનો તમામ ખર્ચ કમ્પની દ્વારા આપવામાં આવ્યો હતો. અને વધુમાં જાણવા મળ્યું હતુ કે કમ્પની અને કોન્ટ્રાકટર દ્વારા મૃતક ના પરીવાર ને બને તેટલી વધુ સહાય કરવમાં આવશે..!! ખરેખર મેકલોડ કમ્પની ની આ સરાહનીય કામગીરી ની વાહ વાહી કરીએ તેટલી ઓછી પડે.

.

અન્ય એક મજુર જયદીપ પંડિત સંપૂર્ણ પણે સ્વસ્થ

વધુમાં વાત કરિએ તો 3 થી 4 દિવસ પેહલા મેકલોડ કમ્પની મા કામ કરવા ગયેલા જયદીપ પંડિત અચાનક કમ્પની પરિસર મા કામ કરતા સમયે મીરકી(ખેંચ ) શરૂ થતાં તેમની તબિયત લથડી હતી તેમને તાત્કાલીક હોસ્પીટલ માં એડમીટ કરવમાં અવ્યા હતાં અને વધુમાં જાણવા મળ્યું હતું કે કામદાર જયદીપ પંડિત ને પેહલેથીજ મિર્કી ( ખેંચ ) ની બીમારી છે.. હાલમાં તે સંપૂર્ણ પણે સ્વસ્થ હોય તેવુ જણવા મળ્યું હતું તેમનો પણ તમામ ખર્ચ કમ્પની અને કોન્ટ્રાકટર દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો તેવી ચર્ચા કમ્પની ના કર્મચારીઓ ના મોઢે સંભળવા મળી હતી જે ખરેખર પ્રશંસનીય બાબત છે

સંપૂર્ણ બાબતે કમ્પની સામે થયેલાં નાયલ્ટ્રોજન લાગવાથી ઘટના ઓ બની છે તે વાતો અહી સાવ ખોટી સાબિત થાય છે..!!

મેકલોડ ફાર્મા સેફ્ટી અને ફાયર ની ઉત્કૃષ્ટ કામગિરી ને લઈને સરીગામ જીઆઇ ડીસી સહીત ઉમરગામ અને વલસાડ જિલ્લા મા પણ અગ્રેસર છે છે.. સરીગામ હોય કે ઉમરગામ હોય કે પછી વાપી હોય કોઇપણ જગ્યા એ આગનો મોટી ફાયર થયો હોય તો તાત્કાલીક સંપૂર્ણ તૈયારી સાથે મેકલોડ ફાર્મા ની ટીમ ત્યા પોહચી જાય છે અને આગ પર કાબૂ મેળવે છે.. મેકલોડ ફાર્મા મા તમાંમ સેફ્ટી અને ફાયર ના નિયમો નુ પાલન થતું જૉવા મળે છે

મેકલોડ ફાર્મા ના ફાયર ફાઇટર દ્વારા કરવા આવતા કામ ગિરી ની એક ઝલક

ફાયર સેફ્ટી ની બાબત માં મેકલોડ ની પ્રશંસનીય કામ ગીરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *