“શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ “

અરવલ્લી જિલ્લામાં સમાજના સંસ્કાર અને આવિષ્કારના આધારસ્તંભ શિક્ષકોના સન્માન સમારંભનો આયોજન કરાયુંજિલ્લા કક્ષાના 2 અને તાલુકા કક્ષાના 10 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન
*શિક્ષકોએ આપણા સમાજને શિક્ષિત કરવામાં અને વિશ્વને વધુ સારું સ્થાન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી,માતાનું ગર્ભ માનવ શરીરને આકાર આપે છે, પરંતુ શિક્ષક માનવ મૂલ્યોને આકાર આપે છે.એક શિક્ષક વિદ્યાર્થીઓને જીવનમાં સારા માર્ગ પર લઈ જવા માટે હજારો તકોની બારી ખોલે છે.અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી.વિદ્યાર્થી અને શિક્ષકનો સંબંધ કુંભાર અને માટી જેવો છે. કોઈ ગઠ્ઠો ન હોય તેની ખાતરી કરવા માટે કુંભાર માટીને જીગર કરે છે અને પછી તેને એક સુંદર કલા રચનામાં બનાવે છે. એ જ રીતે, શિક્ષક ક્યારેક આપણા માટે મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ અંતે, તેઓ ફક્ત એટલું જ ઇચ્છે છે કે આપણે આપણી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનીએ.શિક્ષક સમાજના નિર્માણમાં કરોડરજ્જુની ભૂમિકા ભજવે છે. તે પોતાના જ્ઞાન અને અનુભવોથી ભોળા બાળકને ઉછેરે છે અને તેને એક નિષ્ઠાવાન, જાણકાર, જવાબદાર માનવી બનાવે છે.

જિલ્લા કક્ષાના 2 અને તાલુકા કક્ષાના 10 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામા આવ્યું,મોડાસા ઉપાધ્યાય ભાવિની બેન પ્રવીણચંદ્ર બ્લોક ફેક્ટરી પ્રાથમિક શાળા
મોડાસા પરમાર અરવિંદભાઈ ધુળાભાઈ મોડાસા 1 પ્રાથમિક શાળા,બાયડ પટેલ પરેશકુમાર ચંદુલાલ અમરગઢ પ્રાથમિક શાળા,બાયડ પટેલ જતીનકુમાર મહેશભાઈ બોરોલ જૂથ પ્રાથમિક શાળા,માલપુર ઝાલા ઉદેસિંહ લાલાભાઇ વાડીનાથ ના મુવાડા પ્રાથમિક શાળા
માલપુર અસારી ઇલાબેન કાનજી ભાઈ ઓઢા પ્રાથમિક શાળા,ભિલોડા પટેલ હીનાબેન અમૃતભાઈ ટોરડા પ્રાથમિક શાળા,ધનસુરા પટેલ હેતલબેન મણીલાલ નવી રમોસ પ્રાથમિક શાળા,મેઘરજ પંડ્યા યોગેશકુમાર નરેન્દ્રભાઈ બાઠીવાડા પ્રાથમિક શાળા,મેઘરજ પ્રજાપતિ ઈશ્વરભાઈ ભીખાભાઈ રેલ્યો 1 પ્રાથમિક શાળા,ભિલોડા પટેલ રાહુલકુમાર કે જિલ્લા કક્ષાનો એવોર્ડ કુસકી પ્રાથમિક શાળા તાલુકો ભિલોડા,માલપુર પ્રજાપતિ રમેશકુમાર ધનાભાઈ જિલ્લા કક્ષાનો એવોર્ડ સી.આર.સી વાવડી તાલુકો માલપુર એનાયત કરવામાં આવ્યું.

જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકે સંબોધનની શરૂયાત “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ |
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ||” શ્લોકથી કરી અને જણાવ્યું,આજે શિક્ષક દિવસના આ અવસર પર અહીં આપણા જિલ્લાના પ્રતિષ્ઠિત શિક્ષકોનું સ્વાગત કરીને હું ગૌરવ અનુભવું છું. કોઈ પણ વિદ્યાર્થીના જીવનમાં શિક્ષક કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તેનું વર્ણન કરવાનું શરૂ કરું ત્યારે શબ્દો ઓછા પડે છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે આજે આપણે તમામ જે હોદ્દા ઉપર બેઠા છીએ એના પાછળ કોઈ એક શિક્ષકનો મહત્વનો ફાળો છે.

જિલ્લા પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ દ્વારા સંબોધન કરતા જણાવ્યું કે,શિક્ષક આપણને જીવનના વિવિધ તબક્કાઓ શીખવે છે. માતા, પિતા, ભાઈ કે અન્ય કોઈપણ વ્યક્તિ જે આપણને જ્ઞાન આપે છે અને સાચા માર્ગે માર્ગદર્શન આપે છે તે શિક્ષક છે.ભારત હંમેશા મહાન શિક્ષકોની ભૂમિ રહી છે. આર્યભટ્ટથી લઈને ડૉ.અબ્દુલ કલામ સુધી ઘણા મહાન શિક્ષકોએ સારા શિક્ષકના મહત્વ પર ભાર મૂક્યો છે. આજના સમાજ ઘડતરમા શિક્ષકોનો મહત્વનો ફાળો રહ્યો છે.શિક્ષક દિન માત્ર આપણા શિક્ષકોની ઉજવણી કરવાનો નથી પણ તેમના મૂલ્યો કેળવવા અને તેમના શિક્ષણને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનો પણ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *