બનાસકાંઠા ભુસ્તર વિભાગ નો સપાટો :પાંચ કરોડ નો મુદ્દામાલ કબ્જે..

એહવાલ કુંદન પરમાર

ચાર દિવસ માં દસ ડમ્પર,ત્રણ ટ્રેક્ટર બિન અધિકૃત વહન કરતા ઝડપી પાડ્યા..

ભુસ્તર વિભાગ ની ટીમ ની કડકાઈ થી ખનન માફિયાઓ માં ફફડાટ..

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા 8 થી 12 સપ્ટેમ્બર સુધી ચાર દિવસ માં 10 ડમ્પર અને 3 ટ્રેકટર બિન અધિકૃત વહન કરતા પકડી પાડી કુલ રૂ 5 કરોડ નો મુદામાલ સીઝ કરતા ખનન માફિયાઓ માં ફફડાટ ફેલાયો છે.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ભૂસ્તર શાસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઈન્સ સુપરવાઈઝર દ્વારા કાંકરેજ તાલુકા સહીત પાલનપુર, તેમજ ઇકબાલગઢ ખાતે રાત્રિ તેમજ દિવસ દરમ્યાન આકસ્મિક ચેકિંગ હાથ ધરી બિનઅધિકૃત ખનીજ વહન કરતા ડમ્પર નંબર (૧) GJ 02 ZZ 6645 (૨) GJ 25 U 9001 (3) GJ 08 AU 6203 (4) GJ 08 AU 0718 (5) GJ 08 AW 1478 (6) GJ 08 AU 5342 (7) RJ 21 GB 9724 (8) RJ 38 GA 1357 (9) RJ 38 GA 1278 (10) GJ 08 AU 6999 તેમજ ઇકબાલગઢ ખાતે થી 3 ટ્રેકટર ઝડપી પાડેલ જોકે આ વાહનો માં સાદી રેતી, અધર બિલ્ડિંગ સ્ટોન, મારબલ (ખંડા), જેવા ખનિજ બિન અધિકૃત તેમજ અન્ય વાહન રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા હોવાનું માલુમ પડતાં વાહનો જપ્ત કરી કુલ રૂ 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરેલ છે જેની આગળ ની દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે ભુસ્તર વિભાગ દ્વારા ઓફિસ સમય બાદ સરકાર ની આવક ઉભી થાય અને બિનઅધિકૃત ખનન ચોરી અટકાવવા રાત દિવસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને ચેકીંગ દરમ્યાન ખનન ચોરી ઝડપી સરકાર ની તિજોરી માં આવક થાય તેવા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *