એહવાલ અનીસ શેખ

ઉમરગામ તાલુકા મા પેપર મીલ આવિ રહી છે તે આવકાર્ય છે!! પરંતુ પર્યાવરણ ને નુકશાન પણ ના થાય તનું પણ ઘ્યાન રાખવું જરૂરિ છે..
ઉમરગામ તાલુકા ના દહેરી ખાતે ધીરે ધીરે ઔદ્યોગિક એકમો આકાર લઈ રહ્યા છે. જેમાં ઉદ્યોગ જગતમાંથી મળેલી માહિતી મુજબ. આ વિસ્તારમાં અંદાજે 50 એક એકર જેવી જમીન મા એક જાણીતા ઉદ્યોગપતિ પેપર મિલ લાવી રહ્યાં હોવાની બૂમા બુમ સાંભળવાં મળી છે . જોકે આ સંભાળ વા મળેલી બુમાં બુમ મા કેટલું સત્ય છે તે તપાસ બાદજ ખબર પડી શકે, પરંતુ હાલમા આ બુમાં બુમે ખાસી એવી ચર્ચાને ચકડોળે ચડાવી છે.. આ સૂચિત પેપર મિલ જો દહેરી ખાતે આવે તો ? પ્રદુષણ ની ભરમાળ બાબતે પણ લોકોમા તરહ તરહ ની અટકળો ચાલી રહી છે,!! કેટલાક ઉદ્યોગ પતિઓ મા એવી પણ ચર્ચા છે કે આ વિસ્તાર માં આટલી મોટી પેપર મિલ જેવી કંપની આવતી હોય તો તેને વધાવી લેવી જોઈએ.! તો શું ખરે ખર દેહરી ખાતે કોઈ પેપર મિલ આવિ રહી છે ?