અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ



રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અવસરે ગુજરાત રાજયના જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, સાબરકાંઠા – અરવલ્લીના સંયુકત ઉપક્રમે આજરોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

જીવનમાં આવતા સંઘર્ષ, દુઃખ, ક્લેશથી બચવા માટે માણસો મોટા ભાગે વ્યસનનો આશરો લેતા હોય છે. વ્યસનના નશામાં ડૂબી જઈ ઘડીભર માણસ તેના દુઃખને ભૂલી જવા મથે છે. કેટલાક લોકો બે ઘડી આનંદ લૂટવા માટે પણ વ્યસન કરે છે. વ્યસન વધારે તો દુઃખ આપનાર અને સુખ ઝૂંટવી લેનાર નશો છે. તેના આદતથી તન-મન-ધનના વ્યય સિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી. વ્યસને માણસ માટે કલંકરૂપ બાબત ગણાય. આજનું યુવાધન આ વ્યસનરૂપી રાક્ષસના સકંજામાં ન સપડાય તેના માટે સઘન પ્રયાસો આવશ્યક અને અનિવાર્ય છે.

આ વર્ષે પણ 2 થી 8 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેના ભાગ રુપે આજરોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ખાતે નશાબંધી સપ્તાહ ઉજવણી સાબરકાંઠા – અરવલ્લીના ભાગ સ્વરૂપે આજ રોજ શ્રી બી.જે.મોદી હાઇસ્કુલ રામગઢીમાં શાળાની બાળાઓ દવારા નિબંધ સ્પર્ધાનુ આયોજન કર્યા બાદ ઇનામ વિતરણ કરવામાં આવેલ અને નશાબંધી , વ્યસન મુકિત જેવા પ્રવચનથી બાળકોને માહીતગાર કરર્યા હતા જેમા નશાબંધી અને આબકારી કચેરી હિમંતનગર ના ઇ.ચા.ઇન્સ.શ્રી કે.બી.પ્રજાપતિ સાહેબ દવારા બાળકોને વ્યસન કરવાથી થતા નુકસાન અંગે સમજ આપી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી કચેરી હિમંતનગર ના ઈ.ચા.ઇંસ્પેક્ટર .શ્રી કે.બી.પ્રજાપતિ, નિલમબેન ભટ્ટ, કોન્સ્ટે.શ્રી ટી.એમ.રાઠોડ તથા શાળા ના આચાર્ય, સ્ટાફ ગણ, શાળા ના ૩૨૫ બાળકો એ મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહ ભેર ભાગ લીધેલ હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *