અરવલ્લી જિલ્લાના સરડોઈ ખાતે દારૂખાનાના વહેપારીનો રદ કરેલો પરવાનો ફરી ઇસ્યુ કરતાં તંત્ર સામે અનેક સવાલ…!!

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

–        ” થોડાક સમય પહેલાં મોડાસાના લાલપુર નજીક આવેલા દારૂખાનાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી જેમાં ચાર જિંદગી હોમાઈ હતી અને અનેક રહેણાંક મકાનોને નુકશાન થયું હતું, તે ઘટનાના પગલે તંત્રએ કડક કાર્યવાહી હાથધરી અરવલ્લી જિલ્લાના રહેણાંક વિસ્તારમાં આવેલા ગોડાઉનના પરવાના રદ કર્યા હતા, પરંતુ મામલો ઠંડો પડતાંજ રહેણાંક વિસ્તારમાં રદ કરવામાં આવેલા પરવાના ફરી ઇસ્યુ કરવામાં આવતાં લોકોની સુરક્ષાને જોખમમાં મુકનાર તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા છે…? “

–     અહી મોટો સવાલ એ છે કે, ” શું પરવાનો આપનાર અધિકારીઓ કે ફાયર સેફ્ટી અધિકારીઓ પોતાના રહેઠાણની પાસે કે પછી તેમના બાળકો જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાની પાસે જથ્થાબંધ દારૂખાનાનો પરવાનો આપશે ખરા…? “

–   ” અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ખાતે તંત્રની રહેમ નજર હેઠળ ” જય ચેહર ક્રેકર્સ ” નામની પેઢીના માલિક દ્વારા પરવાના કરતાં અનેક ઘણા વધુ દારૂખાનાનો જથ્થો કોઈ પણ ફાયર સેફ્ટી વગર રહેઠાણ વિસ્તારમાં પ્રાથમિક શાળાની પાસે ગોડાઉન તથા મકાનમાં સંગ્રહ કરી જથ્થાબંધ વેચાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પાસે આવેલી પ્રાથમિક શાળાના બાળકો અને ત્યાંના રહેવાસીઓના જાનમાલની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા છે “… 

–     ” સરડોઈ ખાતે રહેઠાણ વિસ્તારમાં અને પ્રાથમિક શાળાને અડીને આવેલા ” જય ચેહર ક્રેકર્સ ” નામના દારૂખાનાના ગોડાઉનમાં ફાયર સેફ્ટી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ ૧ હજાર લિટર ખાલી પાણીની ટાંકી મૂકવામાં આવી છે પણ પાણીની કોઈ વ્યવસ્થા નથી તેમ છતાં ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતથી ગોડાઉન ધમધમી રહ્યું છે, ત્યારે ન કરે નારાયણ અને કોઈ અઘટિત ઘટના સર્જાશે તો જવાબદાર કોણ…? સ્થળ નિરીક્ષણ કર્યા વગર પરવાનો મંજુર કરનાર અધિકારી, ફાયર સેફ્ટી અધિકારી કે ગોડાઉન માલિક…!! “

*     થોડાક સમય પહેલાં મોડાસા – હિંમતનગર હાઇવે પર મોડાસાના લાલપુર નજીક મહેશ્વરી ક્રેકર્સ નામના દરુખાનાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ચાર જિંદગીઓ હોમાઈ ગઈ હતી અને બાજુમાં આવેલા અનેક મકાનોને નુકશાન થયું હતું, ત્યારે ફરી આવી ઘટના ન દોહરાય અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા મોડાસા તાલુકાના રહેણાંક વિસ્તારમાં આવેલા દારૂખાનાના આઠ થી દસ વહેપારીઓના પરવાના રદ કરવામાં આવ્યા હતા, જેમાં મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં રહેણાંક વિસ્તારમાં તેમજ પ્રાથમિક શાળાને અડીને આવેલી ” જય ચેહર ક્રેકર્સ ” નામની પેઢીના માલિક મયુરસિંહ વિનયસિંહ પુવારના નામનો પરવાનો પણ રદ કરવામાં આવ્યો હતો, ત્યારે જાડી ચામડીના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જન માનસમાંથી એ ઘટના વિસરાઈ જતાં ફરી સરડોઈ ખાતે રહેણાંક વિસ્તારમાં અને શાળાની પાસે પરવાનો આપી ત્યાંના રહીશો અને શાળાના બાળકોના જીવને જોખમમાં મૂક્યા છે…. 

*       વધુમાં સરડોઈ ખાતે આવેલી ” જય ચેહર ક્રેકર્સ ” પેઢીના માલિકે ગંભીર બેદરકારી દાખવતાં કોઈ પણ ફાયર સેફ્ટી વગર અને પરવાના કરતાં વધુ જથ્થાબંધ દારૂખાનું શાળાની પાસે આવેલા ગોડાઉનમાં તેમજ ગેરકાયદેસર રીતે ગામમાં આવેલા રહેણાંક મકાન માં સંગ્રહ કરી ત્યાંથી જથ્થાબંધ સપ્લાય કરવામાં આવી રહ્યું છે, ત્યારે ન કરે નારાયણ અને ” જય ચેહર ક્રેકર્સ ” પેઢીના માલિકની બેદરકારીના કારણે કોઈ દુર્ઘટના સર્જાશે અને પાસે આવેલી સરકારી પ્રાથમિક શાળાના સેકડો નિર્દોષ બાળકો અને આજુબાજુના રહેવાસીઓના જાન માલને નુકશાન થશે તો તેની જવાબદારી તંત્ર પોતાના શિરે લેશે…? 

–    ” લોકચર્ચા મુજબ થોડાક સમય પહેલાં ફાયર સેફ્ટીના અભાવે મોડાસા મહેશ્વરી ક્રેકર્સ નામના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં ચાર મજૂરો ભડથું થયા હતા જે મામલો ઠંડો પડતાં ફેક્ટરીના માલિકો દ્વારા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા ગરમ કરી ફરી પરવાનો ઇસ્યુ કરાવી પોતાના મળતીયાઓ દ્વારા ગામડાઓમાંથી ગેરકાયદેસર રીતે પરવાના કરતાં અનેક ઘણા વધારે જથ્થાબંધ દરુખાનાનો વહેપાર કરી રહ્યા છે “…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *