અરવલ્લી- ભિલોડા તાલુકાના દહેગામડા ખાતે વિશ્વ નિર્દેશક સપ્તાહ વર્લ્ડ ઇન્વેસ્ટર વિક 2023 અંતર્ગત કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના દહેગામડા ખાતે વિશ્વ નિર્દેશક ઇન્વેસ્ટર વિક સપ્તાહ 2023 કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં દહેગામડા,રામેળા, રાવતાવાડા,ગલપુર,લુસડિયા 100 થી વધારે બહેનોએ કાર્યક્રમ માં ભાગ લીધો હતો. વિવિધ સંસ્થાઓ દ્વારા સીમિત બહેનો કૃષિ ક્ષેત્રમાં વધુંમાં વઘુ પગભર થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.ગુજરાત સરકાર દ્વારા મળતી મહિલાઓ ને લગતી વિવિધ યોજનાઓ થી કોઈ વંચિત ના રહે તેવું ગુજરાત નાબાર્ડ અધિકારી શ્રી ઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.દર વર્ષે વિશ્વ નિર્દેશક સપ્તાહ નું ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે, આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોમાં વધુમાં વધુ જાગૃતતા આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.તેમજ કાર્યક્રમમાં ઈન્સ્પ્રા તેમજ મંગલમ સીડ્સ જેવી સંસ્થાઓને ભાગ લીધો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *