માન. મંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને મોડાસા તાલુકાના મોટી ચીચોણો, લાલપુર અને ગાજણ મુકામે અમૃત કળશ યાત્રા યોજાઈ.
આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે હર્ષોલ્લાસ સાથે સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તારીખ 6 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી “મારી માટી-મારો દેશ” અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગ રુપે આજરોજ માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મોટી ચીચોણો, લાલપુર અને ગાજણ મુકામે અમૃત કળશ યાત્રા યોજાઈ.
રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં દેશના દરેક ગામ અને દરેક શહેરોમાંથી એકઠી કરાયેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. આ સમગ્ર કાર્યક્ર્મના ભાગરૂપે બીજા ચરણમાં માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારની ખાસ હાજરીમાં અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મોટી ચીચોણો, લાલપુર અને ગાજણ મુકામે યાત્રા યોજાઈ હતી.
આ કાર્યક્ર્મ હેઠળ આગામી દિવસો દરમ્યાન નગરપાલિકા વિસ્તારમાં પણ આ ‘અમૃત કળશ’ યાત્રા ચાલુ રહેશે. આ સમગ્ર યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામો માંથી એકત્ર કરાયેલી માટીને ‘અમૃત કળશ’માં ભરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવી રહી છે. સમગ્ર ગુજરતામાં આ પ્રકારે કાર્યક્ર્મનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ‘અમૃત કળશ’ યાત્રામાં માન. મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર, મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, અરવલ્લી જિલ્લા પંચાયતના સદ્સ્યો શ્રી, મોડાસા તાલુકા પંચાયતના સદ્સ્યો શ્રી અને વિસ્તારનાં અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.