વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના વિચારો અને માર્ગદર્શન થી ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ ની ઉજવણી ના ભાગ રૂપે





બાયડ તાલુકાના વાત્રક પાસે ધારેશ્વર મહાદેવ ખાતે બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને યોજાયો તાલુકા કક્ષાનો કૃષિમેળો.ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ અંતર્ગત ખેડૂતોમાં મીલેટ્સ (બરછટ ધાન્ય ) ના ઉત્પાદન અને તેના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે તથા આધુનિક કૃષિ તંત્રિક્તા અને નવીનતમ સાધનોની માહિતી ખેડૂતો સુધી પહોંચે તે માટે ખેતીવાડી શાખા દ્વારા કૃષિમેળા નું આયોજન કરવામાં આવ્યું.
આ કૃષિમેળા માં બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ પારૂલબેન પટેલ, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, તાલુકા કક્ષા ના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો,એક હજાર થી વધારે ખેડૂતો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
+ There are no comments
Add yours