બાયડ તાલુકાના રમાસ ખાતે ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

બાયડ તાલુકાના રમાસ શેઠ શ્રી એમ.આર.શાહ સરસ્વતી વિદ્યાલય ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને ગુજરાત શૈક્ષણિક તાલીમ પરિષદ પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અરવલ્લી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા વિક્રમશિલા શાળા વિકાસ સંકુલ, બાયડ દ્વારા ડૉ. વિક્રમ સારાભાઇ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩-૨૪ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી અર્ચનાબેન ચૌધરી તથા ઉમિયાધામ, ઊંઝાના ટ્રસ્ટીશ્રી ડી.એન.પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નિવૃત્ત સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી ( કમિશનર ઓફ સ્કૂલ,ગાંધીનગર ) યશવંતભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આચાર્ય સંઘ અરવલ્લી જિલ્લાના પ્રમુખ નરેશભાઇ પટેલ, ઉપપ્રમુખ પંકજભાઇ.જે.પટેલ, મહામંત્રી સંજયભાઇ જોષી, મંત્રી અશ્વિનકુમાર પટેલ તથા શ્રી નવયુવક કેળવણી મંડળ, રમાસ ના હોદ્દેદારો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રમાસ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ ડૉ. વિક્રમ સારાભાઇ ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *