એહવાલ અનીસ શેખ દ્વારા
ગુજરાત ATS ના DYSP કે.કે પટેલને ATSના એસ.પી તરીકેની બઢતી આપવામાં આવી છે. જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહેલા ACP ભાવેશ રોજીયાને ક્રાઇમ બ્રાન્ચની DCP તરીકેની બઢતી આપવામાં આવી છે.
ગુજરાત પોલીસમાં મહત્વની જગ્યાએ ફરજ બજાવતા બે બેહાશો પોલીસ અધિકારીઓને ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી દિવાળીની ભેટ રૂપે બઢતી હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ATS ના DYSP અને લાંબા સમય સુધી ગુજરાત ATS માં ફરજ બજાવી ચુકેલા ભાવેશ રોજીયાના નામ ઉપર મોહર લગાડવામાં આવી છે. જોકે દિવાળી પહેલા જ આ બન્ને અધિકારીઓને જાણે સરકાર તરફથી ભેટ મળી હોય તેવી લોક મુખે ચર્ચા છે. આમ ગુજરાત પોલીસના બે અધિકારીઓને SP તરીકેની બઢતી આપાવમાં આવતા ગુજરાતમાં પોલીસમાં એક નવો ઇતિહાસ રચાયો છે. કારણ કે, ગુજરાતમાં પોલીસમાં આ પ્રકારની બઢતીના કિસ્સા જવલ્લેજ થતા જોવા મળે છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ડ્રગ્સના ઇન્ટરેન્શનલ નેટવર્કનો પર્દાફાશ કરનાર ACP ભાવેશ રોજીયા અને તેમની ટીમ દ્વારા વિપુલ માત્રમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા હાસીલ કરી હતી. ભાવેશ રોજીયાનુ નામ પડતા ભલભલ ગુનેગારો થરથર કાંપી ઉઠતી હતા. જોકે થોડા સમય પહેલા જ ભાવેશ રોજીયાની સુરત ક્રાઇમ બ્રાન્ચના ACP તરીકે બદલી કરવામાં આવી હતી.
જોકે ત્યારબાદ ગુજરાત ATSમાં DYSP કે. કે પટેલ અને તેમની ટીમે કમાન સંભાળી લીધી હતી. જેમાં છેલ્લા એક વર્ષમાં હજારોનો કરોડ રૂપિયાનુ મેફેડ્રોન ડ્રગ્સનો કાળો કારોબાર નાબૂદ કરી ડ્રગ્સના દુષણને ડામવામાં મોટી સફળતા હાસીલ કરી હતી. આ બન્ને અધિકારીઓના પાવરફુલ નેટવર્ક અને હ્યુમન ઇન્ટેલીજન્સથી ગુજરાતમાં ડ્રગ્સનુ દુષણ ડામવામાં તેમને સફળતા પ્રાપ્ત કરી હતી. તેવામાં આ બન્ને અધિકારીઓને દિવાળી પૂર્વે જ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ભેટ રૂપે બઢતી આપવામાં આવી છે.
જેમાં ગુજરાત ATS ના DYSP કે.કે પટેલને ATSના એસ.પી તરીકેની બઢતી આપવામાં આવી છે. જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહેલા ACP ભાવેશ રોજીયાને ક્રાઇમ બ્રાન્ચની DCP તરીકેની બઢતી આપવામાં આવી છે.