અરવલ્લી.

  • ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મામલતદારને રોકડું પરખાવ્યું, પ્રજાને પરેશાન કરવાનું બંધ કરો…
  • ” બાયડ ખાતે દરુખાનાના સ્ટોલ બંધ કરાવવા પોલીસ કાફલા સાથે પહોંચેલા મામલતદારને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રોકડું પરખાવ્યું, જે કાર્યવાહી કરવી હોય તે મારી સામે કરો, પણ મારા વિસ્તારના લોકોને પરેશાન કરવાનું બંધ કરો “…
  • બાયડ ખાતે સિઝનેબલ ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વહેપારીઓએ દરુખાનાનો પરવાનો મેળવી નાના સ્ટોલ દ્વારા ધંધો કરી રહ્યા છે, ત્યારે બાયડ મામલતદાર પોલીસ કાફલા સાથે દારુખાનાના નાના સ્ટોલ બંધ કરવાની કાર્યવાહી કરવા પહોંચ્યા હતા જે બાબતની જાણ વિસ્તારના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને થતાં તેઓ તાત્કાલિક બાયડ શહેર ખાતે આવી પહોંચ્યા હતા અને કાર્યવાહી બંધ કરાવી હતી…
  • બાયડ ખાતે પહોંચેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને મામલતદારે ઉપરના અધિકારી સાથે રજૂઆત કરવાનું જણાવતાં, ધારાસભ્યએ રોકડું પરખાવ્યું હતું કે, હું વિસ્તારનો લોક પ્રતિનિધિ છું અને મારા વિસ્તારના લોકોને પરેશાન કરવાનું બંધ કરો, હું દારુખાનાના સ્ટોલ બંધ નહી કરવા દઉં તમારે જે કાર્યવાહી કરવી હોય તે મારા સામે કરી શકો છો, જોકે અંતમાં અધિકારી સાથે સુખદ સમાધાન થતાં અધિકારી દ્વારા સ્ટોલ બંધ કરવાનો નિર્ણય પરત લેવામાં આવ્યો હતો અને વહેપારીઓએ સતત લોકોની સમસ્યાઓને વાચા આપતા અને સાચા લોકસેવક તરીકે નામના ધરાવતા વિસ્તારના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *