અરવલ્લી-DMF ની ગ્રાન્ટમાં થયેલ ભ્રષ્ટાચારના તપાસ મુદ્દે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આકરા પાણીએ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

       સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં વિકાસના કાર્યો માટે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ દરમિયાન ફાળવવામાં આવેલી ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન (DMF)ની ગ્રાન્ટના કામોમાં ખાણ ખનીજ વિભાગના ઠરાવનું ઉલ્લંઘન કરી પોતાના મળતિયાઓને ઇજારો આપી બજાર ભાવ કરતાં ત્રણ ગણી વધુ રકમની ચૂકવણી કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવતાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બે મહિના અગાઉ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી ભ્રષ્ટાચારને ખુલ્લો પડ્યો હતો અને પુરાવા સાથે સરકારનું ધ્યાન દોર્યું હતું અને તા.૧૦-૧૦-૨૦૨૩ ના રોજ નિયામકશ્રી લાંચ રૂશ્વત બ્યુરો, ગાંધીનગરને આ બાબતે લેખિતમાં જાણ કરી તપાસની માંગ કરી હતી, પરંતુ તપાસમાં વિલંબ કરવામાં આવતાં  ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તા.૧૫-૧૨-૨૦૨૩ ના રોજ નિયામકશ્રી, ગુજરાત તકેદારી આયોગ ( ગાંધીનગર )ને પત્ર દ્વારા DMF ની ગ્રાન્ટમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરવા રજૂઆત કરી છે અને તપાસમાં ઢીલી નીતિ અપનાવવામાં આવશે તો કોર્ટમાં PIL દાખલ કરવાની તેમજ મીડિયા દ્વારા સમગ્ર ભ્રષ્ટાચારને ઉજાગર કરી પ્રજા સમક્ષ લાવવાની ચેતવણી આપી છે…

    સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં વિકાસના કાર્યોમાં છેલ્લા ચાર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૨-૨૩ દરમિયાન ફાળવવામાં આવેલી ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન (DMF)ની ગ્રાન્ટમાં થયેલ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના તપાસ મુદ્દે બાયડ – માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભ્રષ્ટાચારિયોને છાવરવાનો આક્ષેપ કરતાં ઝડપી તપાસની માંગ કરી છે, વધુમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તપાસ પર ભરોષો દર્શાવતાં લોક પ્રતિનિધિ તરીકે છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં DMF ની ગ્રાન્ટમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ બાબતે લોકોને સંતોષ થાય તે માટે તપાસણી અધિકારીના સ્પષ્ટ અભિપ્રાય સાથે થયેલ કાર્યવાહીના રોજકામના મુદ્દાસર અહેવાલની માંગણી કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *