અરવલ્લી જિલ્લા કક્ષા કલામહાકુંભ-૨૦૨૩-૨૪ આયોજન જીલ્લા કક્ષાનો કલામહાકુંભ તા.૦૮/૦૧/૨૦૨૪ થી તા.૦૯/૦૧/૨૦૨૪ દરમ્યાન યોજાશે

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

 રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિકમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા ચાલું વર્ષે રાજ્યમાં કલામહાકુંભ-૨૦૨૩-૨૪માં વિવિધ ચાર વયજૂથની સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનય વિભાગમાં સ્પર્ધા યોજાશે. તાલુકાકક્ષાએથી શરૂ થતી કુલ -૧૪ કૃતિમાં વિજેતા થયેલ પ્રથમ ક્રમાંક અને સીધી જિલ્લાકક્ષાએ શરૂ થતી કુલ-૦૯ સ્પર્ધા કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલબેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)ની સ્પર્ધાનું આયોજન તા.૦૮/૦૧/૨૦૨૪ થી તા.૦૯/૦૧/૨૦૨૪ દરમ્યાન સ્થળ- શ્રી કે.એન.શાહ હાઈ.મોડાસા ખાતે ૦૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૧ થી ૫૯ અને ૬૦ થી ઉપર (ઓપન ગૃપ) ફક્ત રાજ્યકક્ષાએ વયગૃપમાં કરવામાં આવનાર છે. જે તાલુકાકક્ષા પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ અને સીધી જિલ્લાકક્ષાના ભરેલ ફોર્મ કલાકરોએ નોંધ લેવી તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી,જિલ્લા યુવા ને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી અરવલ્લી, ધ્વારા જણાવવામાં આવેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *